Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં સતત બીજા દિવસે કોરોનાનાં 90 હજારથી વધુ કેસ નોંધાયા

  કોરોનાનું સંક્રમણ જે ગતિએ વધી રહ્યો છે તેના પરથી, અનુમાન લગાવી શકાય છે કે ભારત અમેરિકાને પાછળ છોડી દેશે અને એક દિવસ નંબર વન પર આવી જશે. જણાવી દઇએ કે, સતત બીજા દિવસે દેશમાં કોરોનાનાં 90 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. ઉપરાંત, 1 હજારથી વધુ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આરોગ્ય અને કુટુંબ […]

Uncategorized
a3ea50f7392413a16ef4ce78ab0e0c6a 1 #CoronaUpdateIndia/ દેશમાં સતત બીજા દિવસે કોરોનાનાં 90 હજારથી વધુ કેસ નોંધાયા

 

કોરોનાનું સંક્રમણ જે ગતિએ વધી રહ્યો છે તેના પરથી, અનુમાન લગાવી શકાય છે કે ભારત અમેરિકાને પાછળ છોડી દેશે અને એક દિવસ નંબર વન પર આવી જશે. જણાવી દઇએ કે, સતત બીજા દિવસે દેશમાં કોરોનાનાં 90 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.

ઉપરાંત, 1 હજારથી વધુ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 90,802 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1,016 દર્દીઓનાં મોત થયા છે, આ સાથે ભારતમાં રોગચાળાનાં કેસ 42 લાખને વટાવી ગયા છે.

ત્યારબાદ ચેપગ્રસ્તની કુલ સંખ્યા વધીને 42,04,613 થઈ ગઈ છે. વળી, આ સમયગાળા દરમિયાન 1016 લોકો મૃત્યુ પામ્યા છે, મૃતકોની કુલ સંખ્યા 71,642 પર પહોંચી ગઈ છે. નવીનતમ માહિતી અનુસાર દેશમાં આ સમયે 8,82,542 કેસ સક્રિય છે. વળી છેલ્લા 24 કલાકમાં 69,564 લોકો કોરોના વાયરસને હરાવીને રિકવર થવામાં સફળ થયા છે. આ પછી, ઉપચાર કરવામાં આવેલા કુલ લોકોની સંખ્યા વધીને 32,50,429 થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.