Not Set/ #કોરોનાવાયરસ/ 2 ટકા જેટલા જ લોકો ની ડેથ થઈ છે. જે દર બહુ ઓછો છે

આજે  કોરોના વાયરસ સંદર્ભે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ટીમ આજે ગુજરાત આવી છે.  આ ટીમ ના સભ્યો ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ ના કાર્યાલય ખાતે  મીટીંગ કરી હતી અને વિવિધ માહિતી આપી હતી. જેમાં આરોગ્નાય સચિવ જણાવ્યું હતું કે, ભારતમાં કુલ કુલ 20630 મુસાફરો ની તપાસ થઈ છે. અત્યાર સુધી 64 લોકોના ચીનમાં મૃત્યુ […]

Gujarat Uncategorized
HC 4 #કોરોનાવાયરસ/ 2 ટકા જેટલા જ લોકો ની ડેથ થઈ છે. જે દર બહુ ઓછો છે

આજે  કોરોના વાયરસ સંદર્ભે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ટીમ આજે ગુજરાત આવી છે.  આ ટીમ ના સભ્યો ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ ના કાર્યાલય ખાતે  મીટીંગ કરી હતી અને વિવિધ માહિતી આપી હતી. જેમાં આરોગ્નાય સચિવ જણાવ્યું હતું કે, ભારતમાં કુલ કુલ 20630 મુસાફરો ની તપાસ થઈ છે. અત્યાર સુધી 64 લોકોના ચીનમાં મૃત્યુ નોંધાયા છે. દુનિયાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કુલ 425 મૃત્યુના કેસ નોધાયા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત માં કોઈ જ પોઝિટિવ કેસ નથી નોધાયો.

આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, લોકો એ હેન્ડ વોશ કરવા, થુકવાનું બંધ કરીએ. એવી કાળજી લેવી હિતાવહ છે. કેન્દ્ર ની ટીમે એરપોર્ટમાં સ્ક્રીનિગ ની ફેસિલિટી જોઈ છે, અને તેની કાર્યવાહીથી સંતોષ પણ છે.

ડો. શ્રીમતી નારગએ વધુમાં જણાવ્યું હતું કે, હું દિલ્હી થી આવી છું. આ સિમ્પલ વાઇરસ છે. 2 ટકા જેટલા જ લોકો ની ડેથ થઈ છે. જે બહુ ઓછો છે, આખા વર્લ્ડમાં સૌથી વધુ કેસ ચાઈના માં છે.

ચીનમાં આવવા જવા થી આ વાઇરસ બહાર નીકળ્યો છે. લોકો એ કેરફુલ રહેવું જોઈએ. આ રોગ ફેલાયા પછી કાબુ મેળવવો અઘરો છે. આ રોગ માં માથું દુઃખવું, શરદી થવી, જેવા પ્રાથમિક લક્ષણો છે. રોગ ના લક્ષણો દેખાય તો તરત 14 દિવસ સુધી સંભાળવુ ખુબ જરૂરી છે. ભીડ ભાડ વાળી જગ્યા થી દુર રહેવું જોઈએ.  હાથ વારંવાર આંખે , મો એ ના અડાડવા જોઈએ.  માંસાહારનો ત્યાગ કરવો જોઈએ. અને જો નાં કરી શકો તો વ્યવસ્થિત પકાવીને ખાવું જોઈએ.  ઈંડા ને પણ સારી રીતે બોઇલ કરી વાપરવા જોઈએ.

ગુજરાત રાજ્યમાં હોસ્પિટલમાં ઇનસોલેશન વોર્ડ, icu ,વેન્ટિલેટર, માસ્ક, ગ્લોઝ વગેરે પુરી રીતે સજ્જ છે.

14 અલગ અલગ એરપોર્ટ પર કેન્દ્ર ની ટિમો એ નિરીક્ષણ કર્યું છે. સેમ્પલ લેવા માટે પણ પૂરતી વ્યવસ્થા અહીં જોવાઇ છે.

આરોગ્ય સચિવ જયંતી રવી એ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ માં એક 28 વર્ષ ની યુવતીમાં લક્ષણ દેખાતા એડમિટ કરાયા છે. સિંગાપોર,  હોંગકોંગથી પણ આવનાર લોકો ના સેમ્પલ લેવાઈ રહ્યા છે. હજુ એમનો રિપોર્ટ આવ્યો નથી. 8 સેમ્પલ પુના મોકલાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન