Not Set/ લોકસભા/ ગ્લોબલ હંગર – વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સ અને કાશ્મીર મામલે કોંગ્રેસનાં મોદી સરકાર પર પ્રહાર

લોકસભામાં વિરોધપક્ષનાં નેતા અને કોંગ્રેસનાં અધિર રંજન ચૌધરી દ્વારા સરકારને આડે હાથ લેવામાં આવી હતી. કોંગ્રેસનાં નેતા અધિર રંજન ચૌધરીએ ગૃહમાં જણાવ્યુંં કે, સરકાર દ્વારા જ્યારે અનેક બાબતોએ પાછલા 70 વર્ષમાં શું કરવામાં આવ્યુંં કરતા શું ન કરવામાં આવ્યુંનો પ્રચાર જોરશોરથી કરવામાં આવે છે, અને કહેવામાં આવે છે કે કેન્દ્રની ભાજપ સરકાર અને PM મોદી […]

Top Stories India
congress લોકસભા/ ગ્લોબલ હંગર - વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સ અને કાશ્મીર મામલે કોંગ્રેસનાં મોદી સરકાર પર પ્રહાર

લોકસભામાં વિરોધપક્ષનાં નેતા અને કોંગ્રેસનાં અધિર રંજન ચૌધરી દ્વારા સરકારને આડે હાથ લેવામાં આવી હતી. કોંગ્રેસનાં નેતા અધિર રંજન ચૌધરીએ ગૃહમાં જણાવ્યુંં કે, સરકાર દ્વારા જ્યારે અનેક બાબતોએ પાછલા 70 વર્ષમાં શું કરવામાં આવ્યુંં કરતા શું ન કરવામાં આવ્યુંનો પ્રચાર જોરશોરથી કરવામાં આવે છે, અને કહેવામાં આવે છે કે કેન્દ્રની ભાજપ સરકાર અને PM મોદી દ્વારા આ પ્રકારનો ઉત્તમ વિકાસ કરવામાં આવ્યો છે. ત્યારે ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં આપણે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળથી પાછળ છીએ. ઉપરાંત, વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સમાં પણ આપણે 7 પોઝિશન નીચે ઉતરીને 2018 માં 133  હતો તે 2019 માં 140 પર આવી ગયા છીએ. ત્યારે આ જ આંકડા બતાવી રહ્યા છે, કોનો સાથ અને કોનો વિકાસ થયો છે.

તો સાથે સાથે લોકસભામાં વિરોધપક્ષનાં નેતા અને કોંગ્રેસનાં અધિર રંજન ચૌધરી દ્વારા કાશ્મીર મામલે લોકસભા ગૃહમાં આંકડા રજૂ કરી કાશ્મીરની સાચી સ્થિતિ બતાવી કેન્દ્રની ભાજપ સરકાર અને PM મોદીને ભીંસમાં લેવીની કોશિશ કરવામાં આવી હતી. લોકસભામાં વિરોધપક્ષનાં નેતા અને કોંગ્રેસનાં અધિર રંજન ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા કાશ્મીર મામલે પૂર્વ સરકારો અને તેની નીતિની આલોચના કરી કહેવામાં આવે છે કે, અમારા પગલાથી કાશ્મીરમાં બઘુ સરસ થઇ ગયુ છે પરંતુ આ આંંકડા કાશ્મીર વિશે કઇંક આવુુ કહી રહ્યા છે.

અધિર રંજન ચૌધરીમાં લોકસભામાં આંકડા આપતા જણાવ્યું કે,  કલમ 370 અને કલમ 35 A  ના રદ થયાને 6 મહિના થયા છે. સત્તાવાર માહિતી અનુસાર, કાશ્મીરમાં વર્ષ 2018 માં 1458 અને 2017 માં 1412 પત્થરમારાની ઘટનાઓ જોવા મળી હતી. જો કલમો નાબુદી બાદ થયેલા પત્થરમારાની ઘટનાની આની સાથે  તુલના કરવામાં આવે તો, વર્ષ 2019 માં 1999 પત્થરમારાની ઘટનાઓ જોવા મળી હતી. આ આંકડા જે બતાવી રહ્યા છે તે હકીકત છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા કાશ્મીરની મુલાકાતે જવા મામલે વારંવાર સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા અને આવી રહ્યા છે. જ્યારે 16 દેશોનું ડેલીગેશન કાશ્મીર ગયુ હતું ત્યારે પણ કોંગ્રેસ દ્વારા કહેવામાં આવેલું કે વિદેશીઓને હાથ પકડીને કાશ્મીરમાં લઇ જવામાં આવી રહ્યા છે, ત્યારે અમે તો ભારતીય છીએ અમને કેમ કાશ્મીરની મુક્ત મુલાકાત લેવા દેવામાં આવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.