રાજકોટ/ દૂધમાં ભેળસેળ મામલે કોર્પોરેશનની કરાઈ મેગા ડ્રાઇવ, 228  લીટર દૂધ નો નાશ કરવામાં આવ્યો 

સેમ્પલ ફેલ થવાનો રેશિયો 30 ટકા જેટલો થયો છે જે અન્ય શહેરો કરતા પણ વધારે છે. જેના પરથી કહી શકાય કે રાજકોટ શહેરમાં નકલી દૂધનો

Gujarat Rajkot
Untitled 314 દૂધમાં ભેળસેળ મામલે કોર્પોરેશનની કરાઈ મેગા ડ્રાઇવ, 228  લીટર દૂધ નો નાશ કરવામાં આવ્યો 

રાજકોટ માં થોડા  દિવસ  પહેલા જ  નકલી  દૂધ નું કૌભાંડ બહાર  આવ્યું હતું . જેમને લઈને સરકાર  જાગી  છે .  દૂધમાં થતી ભેળસેળ અટકાવવા કોર્પોરેશનની ફૂડ શાખાએ મેગા ડ્રાઈવ હાથ ધરી છે. જેમાં  ગોંડલ ચોકડી પરથી પસાર થતા દૂધના વાહનોમાં તપાસ ચાલી રહી  હતી . તેમજ  સ્થળ પર જ નમૂના લઈને તેનું ટેસ્ટિંગ  કરાયું  હતું , જેમાં  22 જેટલા દૂધના વાહનોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા  જેમાંથી 4 વાહનોમાં પાણીની ભેળસેળ આવી સામે આવી છે. તેમજ 228  લીટર દૂધ નો નાશ કરવામાં આવ્યો  હતો .

ગુજરાત સરકારના ફૂડ વિભાગની ફૂડ સેફ્ટી ઓન વહીલ્સમાં તાત્કાલિક દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં ભેળસેળ સામે આવી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ઉપલેટા પંથકમાંથી ભેળસેળયુક્ત અને નકલી દૂધ રાજકોટ શહેરમાં ઠલવાતું હોવાનું સામે આવ્યા બાદ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર જાગ્યું છે.

આ પણ  વાંચો :મિત્રો સાથે તૈમુરની રોડ ટ્રિપ, કરીનાએ દીકરા સાથે ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટમાં કર્યું લંચ