જામનગર/ કોંગ્રેસના ધરણાં સમયે કોર્પોરેટર રચનાબેને ખાધી ઘેનની દવા,જાણો કેવી છે હાલત

જામનગરમાં કોંગ્રેસના મોંધવારી સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન પાર્ટીના નગરસેવિકાએ ઘેનની ગોળીઓ ખાઈ લેતા ખળભળાટ સર્જાયો હતો.

Top Stories Gujarat Others
કોંગ્રેસના
  • કોંગ્રેસ દ્વારા સતત બીજા દિવસે વિરોધ
  • ST ડેપો નજીક આગેવાનો, કાર્યકરો ધરણાં પર બેઠા
  • રચના નંદાણીયાએ ધરણાં દરમિયાન ખાધી ઘેનની ગોળી
  • નગર સેવિકા છે રચના નંદાણીયા
  • અંગત કારણોથી ઘેનની ગોળી ખાધી હશે:શહેર પ્રમુખ

જામનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.જામનગરમાં કોંગ્રેસના મોંધવારી સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન પાર્ટીના નગરસેવિકાએ ઘેનની ગોળીઓ ખાઈ લેતા ખળભળાટ સર્જાયો હતો.એસટી ડેપો નજીક કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ સહીતના પાર્ટીના આગેવાનો ધરણાંમાં સામેલ થયા હતા.ત્યારે શહેર પ્રમુખે જણાવ્યું હતું કે નગરસેવિકાએ અંગત કારણોસર દવા પીધી હશે.

 મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ-ડીઝલ, ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ રહ્યુ છે. ત્યારે વધતી મોંઘવારીને લઇને કોંગ્રેસ દ્વારા પાટણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. કોંગ્રેસે ગધેડા ઉપર ગેસની બોટલ તેમજ સગડાં મૂકીને સુત્રોચ્ચાર કર્યા. મોંઘવારીના વિરોધના પડઘા સુરત, વડોદરા, રાજકોટ, સુરેન્દ્ર નગર, વલસાડ, પાટણ, પાલનપુર જામનગર વગેરે જિલ્લાઓમાં પણ પડ્યા. કોંગ્રેસના નેતાઓએ વધતી મોંઘવારીને લઇને ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા.

જે પ્રકારે દિવસેને દિવસે મોંઘવારી માજા મૂકી રહી છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પણ હવે વર્તમાન કેન્દ્રની મોદી સરકારને મોંઘવારીને લઈને ચોતરફથી ઘેરવા મેદાને ઉતરી છે.

આ પણ વાંચો:સામાન્ય બાબતમાં બદમશોએ યુવકને માર્યો ઢોર માર, હવામાં કર્યું ફાયરિંગ

આ પણ વાંચો:શિક્ષકે વિદ્યાર્થીઓના ગ્રુપમાં મોકલ્યા અશ્લીલ વીડિયો, પછી વાલીઓએ કર્યું એવું કે….

આ પણ વાંચો: પત્નીએ લીધો પતિનો જીવ: ખાટલા સાથે બાંધી જીવતો સળગાવ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

આ પણ વાંચો:કેજરીવાલ આજથી ગુજરાત ચૂંટણીનો શંખ ફુંકશે, અમદાવાદમાં ભગવંત માન સાથે કરશે મેગા રોડ શો