Ahmedbad-AMC/ અમદાવાદના એસ્ટેટ વિભાગમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ

ગેરકાયદે બાંધકામો સામે આંખ આડા કાન

Gujarat Ahmedabad
Beginners guide to 2024 05 21T180257.130 અમદાવાદના એસ્ટેટ વિભાગમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ

Ahmedabad News : અમદાવાદનું એસ્ટેટ વિભાગ ભ્રષ્ટાચારના ભરડામાં ફસાયેલું હોય તેવું જણાઈ રહ્યું છે. જેમાં અમદાવાદની પૂર્વ ઝોનલ કચેરીની પાસે જ ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે. કચેરીની 300 મીટરની ત્રિજ્યામાં જ ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હોવાછતા અધિકારીઓના પેટનું પાણી હલતું નથી.

પૂર્વ ઝોનના વિરાટનગરમાં ગેરકાયદે બાંધકામો કરયા હોવાનું બહાર આવ્યું છે. જેમાં શ્યામ એસ્ટેટમાં ગેરકાયદે ત્રણ માળનું બાંધકામ કરવામાં આવ્યું છે. તે સિવાય શુભ લક્ષ્મી એસ્ટેટમાં ફર્નિચરના ગોડાઉનમાં પણ ગેરકાયદે બાંધકામ કરાયું છે. તે જ પ્રકારે સુખરામ  એસ્ટેટમાં પણ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે.નવાઈની વાત એ છે કે શંકર એસ્ટેટનું સીલ તોડીને બાંધકામ કરવામાં આવ્યું છે.

આમ અનેક ઠેકાણે ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હોવા છતા અધિકારીઓ કેમ તેની પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે ? આ પ્રકારના ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવા માટે કેમ અધિકારીઓ તેમની એસી કેબિનમાંથી બહાર નથી આવતા ? મોટા બિલ્ડરો સામે ડરપોક અધિકારીઓ બિલ્લી કેમ બની જાય છે ? સ્થાનિકો પણ આ પ્રકારના ગેરકાયદે બાંધકામોથી ત્રાહિમામ પોકારી ગયા છે. તેમની આવા બાંધકામો સામે અનેક રજૂઆતો છતા ડીમોલીશનની કામગીરી કરવામાં આવતી નથી.

જેને પગલે અમદાવાદના પૂર્વ વિસ્તારના TDO સામે અનેક સવાલો ઉભા થયા છે. ડેપ્યુટી TDO વિનય ગુપ્તાએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.. તે સિવાય આસિસ્ટંટ TDO  હર્ષદ ભોજકની બિલ્ડરો સાથે મિલીભગત હોવાની ચર્ચા ચાલી રહી છે. આસિસ્ટંટ TDO કેતન રામીના પણ બિલ્ડરો પર આશીર્વાદ હોવાની ચારેકોર ચર્ચા ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ, બલ્ગેરિયન યુવતીનો બાકી પગાર લેવાનો દાવો

આ પણ વાંચોઃ રાજકોટમાં તબીબની બેદરકારીથી માસૂમ બાળકનાં મોત થયાનો આક્ષેપ

આ પણ વાંચો:અમદાવાદમાં શાળાઓ 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરશે