Rajkot Gamezone Tragedy/ ભ્રષ્ટાચારે મુકી માઝા, ચાર મહાનગરોમાં 800થી વધુ એકમો સીલ

ફક્ત સુરતમાં જ 600થી વધુ એકમો સીલ

Top Stories Gujarat
Beginners guide to 2024 05 29T161914.041 ભ્રષ્ટાચારે મુકી માઝા, ચાર મહાનગરોમાં 800થી વધુ એકમો સીલ

Gujarat News ; રાજકોટ ગેમઝોન અગ્નકાંડ બાદ સફાળા જાગેલા તંત્રએ મહાસિલિંગનું શસ્ત્ર ઉગામ્યુ હોય તેવુ જણાઈ રહ્યું છે. જેમાં સુરતમાં 600 એકમો મલીને ચાર મહાનાગરમાં 800થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા છે.
રાજ્યના ચાર મહાનગરોમાં તંત્ર દ્વારા 800થી વધુ એકમો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 600 જેટલા એકમો ફક્ત સુરતના જ છે. રાજકોટ અગ્નકાંડ બાદ જ કેમ તંત્ર જાગ્યું તે સવાલ ઉભો થયો છે. અત્યારસુધી હપ્તાથી પતાવટ કરતા ભ્રષ્ટાચારી અધિકારીઓની પોલ એકાએક સીલ કરાતા આ એકમોને પગલે લાગી રહ્યું છે. જોકે પરવાનગી આપનારા એક પણ અધિકારી સામે કાર્યવાહી તો ઠીક તેમના નામ પણ બહાર આવતા નથી.

રાજકોટ ગેમઝોન પ્રકરણ બાદ અમદાવાદમાં પણ 12 થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા છે. જ્યારે સુરતમાં 6 ગેમઝોન સીલ કરવામાં આવ્યા છે. વડોદરામાં 9 ગેમઝોન સીલ કરવામાં આવ્યા છે. તે સિવાય વડોદરાની હોસ્પિટલમાં અનેક ખામીઓ બહાર આવી છે. ઉપરાંત મોલ અને સ્કૂલમાં હાથ ધરાયેલી તપાસમાં પણ અનેક ખામીઓ નજરે ચડી છે.

રાજકોટમાં 8 ગેમઝોનના સંચાલકો સામે ફરિયાદ કરવામાં આવી છે. બીજીતરફ ભાવનગરમાં 10 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે.આમ આટલી મોટી સંખ્યામાં એકમો સીલ કરાતા તંત્ર દ્વારા મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થાય છે. રાજકોટના અગ્નિકાંડ બાદ ફક્ત દેખાડા પુરતી કાર્યવાહી તો નથી થઈ રહીને એવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પંજાબ AAP સરકારના મંત્રી બલકાર સિંહનો અશ્લીલ વીડિયો આવ્યો સામે

આ પણ વાંચો:કોર્ટે બિભવ કુમારની જામીન અરજી ફગાવી…

આ પણ વાંચો:આજીવન કેદની સજા ભોગવતા કેદી હવે પ્રવેશ પરીક્ષા આપશે