વલસાડ/ ભાજપના શાસનમાં, ભાજપના જ કોર્પોરેટરે આવી રીતે નોધાવ્યો વિરોધ…

વલસાડ નગરપાલિકાના કાઉન્સિલરએ અચાનક જ મુંડન કરાવ્યું છે. છેલ્લી છ ટર્મથી ચૂંટાઇ આવતા પ્રવીણ કચ્છી દ્વારા અર્ધમુંડન કરવામાં આવ્યું,

Gujarat Others Trending
votting 2 ભાજપના શાસનમાં, ભાજપના જ કોર્પોરેટરે આવી રીતે નોધાવ્યો વિરોધ...

વલસાડ નગરપાલિકાના કાઉન્સિલરએ અચાનક જ મુંડન કરાવ્યું છે. છેલ્લી છ ટર્મથી ચૂંટાઇ આવતા પ્રવીણ કચ્છી દ્વારા અર્ધમુંડન કરવામાં આવ્યું, ભ્રષ્ટ અધિકારીઓના પાપે પ્રજાના કામો અટકી પડતા પ્રવીણ કચ્છીએ મુંડન કરાવીને વિરોધ કર્યો હતો. ભાજપ શાસનમાં જ ભાજપના કોર્પોરેટરે વિરોધ નોંધાતા લોકોમાં કુતુહલ પેદા થયું હતું. છેલ્લા પાંચવર્થી મંજૂર કરાયેલી ડ્રેનેજ લાઇનનો ઉકેલ ના આવતા વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે વલસાડ કલેક્ટર સહિત અનેક અધિકારીઓને આ મુદ્દે રજૂઆત કરાઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ભાજપના કોર્પોરેટર અને એ પણ છેલ્લી 6 -6 ટર્મથી ભાજપમાંથી જ ચૂંટાઈને આવતા પ્રવીણ કચ્છીએ માથે અર્ધમુંડન કરાવ્યું છે.

ભ્રષ્ટ અધિકારીઓના પાપે પીડાતી પ્રજાના કામ ન થતાં વોર્ડ નંબર 5 ના ભાજપના કાઉન્સિલરએ અનોખો વિરોધ નોધાવ્યો છે.

ભાજપ શાસનમાં ભાજપી કોર્પોરેટરનો અનોખો વિરોધ નોંધાતા ચર્ચાનો વિષય બન્યો છે. પાંચ વર્ષથી મંજૂર કરાયેલ ડ્રેનેજ લાઇન નો ઉકેલ ના આવતા વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર pravin કચ્છી એ વિરોધ નોધાવ્યો હતો. આ અંગે તેમને ભૂતકાળમાં અનેક વખત વલસાડ કલેકટર સહિત અનેક અધિકારી ઓને રજૂઆત પણ કરી હતી. પરંતુ કોઈ યોગ્ય નિકાલ નહિ આવતા મુંડન કરાવીને વિરોધ નોધાવ્યો હતો.