Panchmahal/ મતગણતરીના કલાકોનું કાઉન્ટડાઉન શરૂ, આ પહેલા જ કોંગ્રેસ ઉમેદવારની અટકાયત

ગોધરા: સ્થાનિક સ્વરાજ્યની મત ગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થાય એ પહેલા જ શહેરા તાલુકાના વાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવારની ધરપકડ કરી છે. જેને લઇ રાજકીય માહોલ ગરમાયો છે. પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે મતગણતરી થવાની છે.ત્યારે મત ગણતરીના કલાકોનું કાઉન્ટડાઉન શરૂ થાય તે પહેલા જ પંચમહાલ જિલ્લા એલ.સી.બી.પોલીસ ટીમ દ્વારા શહેરા તાલુકા […]

Gujarat Others
godhara મતગણતરીના કલાકોનું કાઉન્ટડાઉન શરૂ, આ પહેલા જ કોંગ્રેસ ઉમેદવારની અટકાયત

ગોધરા: સ્થાનિક સ્વરાજ્યની મત ગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થાય એ પહેલા જ શહેરા તાલુકાના વાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવારની ધરપકડ કરી છે. જેને લઇ રાજકીય માહોલ ગરમાયો છે.

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે મતગણતરી થવાની છે.ત્યારે મત ગણતરીના કલાકોનું કાઉન્ટડાઉન શરૂ થાય તે પહેલા જ પંચમહાલ જિલ્લા એલ.સી.બી.પોલીસ ટીમ દ્વારા શહેરા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ વાડી બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવારની અટકાયત કરી છે.

આયેશાના પિતા લિયાકત અલીનો આક્રોશ, કોઈ રૂમ ભરીને પૈસા આપે તો પણ દીકરીના હત્યારાને માફ નહીં કરું

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામના અને તાલુકા પંચાયતની વાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને યુવા અગ્રણી જસવંતસિંહ બળવંતસિંહ સોલંકીની એલ.સી.બી. પોલીસે ધરપકડ કરી છે. તેઓ લેન્ડ ગ્રેબિંગ કાયદાના ગુનામાં વોન્ટેડ હતા. જેમની સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિંબંધ કાયદા અધિનિયમ મુજબનો ગુન્હો કરવા પર શહેર પોલીસ મથકમાં કેસ નોધવામાં આવ્યો હતો. જેને લઈને આ ઉમેદવાર નાસતા ફરતા હોવાથી એલ.સી.બી.પોલીસે ખાનગી બાતમીદારો પાસેથી ચોક્કસ બાતમી મેળવીને ધરપકડ કરી હતી. આ ગુન્હાની તપાસ હાલ નાયબ પોલીસ અધિક્ષક ગોધરાને સોપવામાં આવી છે.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

સાત હજાર રુપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદો આ ફોન, મળશે તમામ સુવિધા