Not Set/ દેશ ‘જન કી બાત’ થી ચાલશે, ‘મન કી બાત’ થી નહી : CM અરવિંદ કેજરીવાલ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષ આપ ફરી એકવાર દિલ્હીની ગાદી પર સવાર થવા જઇ રહ્યા છે. અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી 62 થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે અને ભાજપ માત્ર 7-8 બેઠકો પર અટકી ગઈ છે, અત્યાર સુધીનાં વલણોથી સ્પષ્ટ છે કે અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીનાં મુખ્યમંત્રી બનવા જઈ […]

Top Stories India
CM Kejriwall દેશ ‘જન કી બાત’ થી ચાલશે, ‘મન કી બાત’ થી નહી : CM અરવિંદ કેજરીવાલ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષ આપ ફરી એકવાર દિલ્હીની ગાદી પર સવાર થવા જઇ રહ્યા છે. અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી 62 થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે અને ભાજપ માત્ર 7-8 બેઠકો પર અટકી ગઈ છે, અત્યાર સુધીનાં વલણોથી સ્પષ્ટ છે કે અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીનાં મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.

વિજય બાદ પાર્ટી કાર્યાલય પર પહોંચેલા કેજરીવાલે કહ્યું કે I Love You દિલ્હીનાં લોકો, હું અરવિંદ કેજરીવાલ અને દિલ્હીની જનતાને આપ ની જીત બદલ અભિનંદન પાઠવુ છું. લોકોએ બતાવ્યું છે કે દેશ ‘જન કી બાત’થી ચાલશે,’ મન કી બાત’ થી નહીં.

ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાની દિલ્હીમાં કોણ રાજ કરશે, તે આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં વલણો દ્વારા જાણવામાં મદદ મળી હતી. જોકે, પ્રારંભિક વલણોથી સ્પષ્ટ થઈ ગયું હતુ કે, દિલ્હીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીની સરકાર રચાઈ શકે છે. દિલ્હીની 70 વિધાનસભા બેઠકોની મત ગણતરી સવારે 8 વાગ્યાથી ચાલુ થઇ ગઇ હતી. મતની ગણતરી શરૂ થતાં જ વલણો આવવા લાગ્યા હતા.

જેમ જેમ વલણો આવવાનું શરૂ થયા, તેમ તેમ ચિત્રો સ્પષ્ટ થવા માંડ્યા હતા. વલણો મુજબ દિલ્હીમાં આપ સરકારની રચના થઈ શકે તેમ શરૂઆતથી જ સ્પષ્ટ થઇ ગયુ હતુ. મતગણતરીને ધ્યાનમાં રાખીને મતગણતરી સ્થળો પર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે, દિલ્હીનાં 11 જિલ્લામાં કુલ 21 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે મતગણતરી નિરીક્ષકો સહિત આશરે 2600 મતગણતરી સ્ટાફ મતગણતરીમાં જોડાયા છે. દરેક કેન્દ્રમાં મત ગણતરી માટે ઓછામાં ઓછા 500 સુરક્ષા કર્મચારીઓની જમાવટ છે. સીસીટીવી અને ચુસ્ત સુરક્ષા વ્યાવસ્થા વચ્ચે મતગણતરીનું કામ વિડિઓ કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મતદાન થયું હતું. દિલ્હીની ચૂંટણી માટે એક્ઝિટ પોલના પરિણામોમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાયેલી જોવા મળી હતી, પરંતુ આજે પરિણામ બહાર આવશે ત્યારે એક્ઝિટ પોલ કેટલું વાસ્તવિકતા હતું તે સામે આવી જશે. દિલ્હીની ચૂંટણી માટે 672 ઉમેદવારોના ભાવિનો નિર્ણય આજે લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.