Ajab Gajab News/ બાથરૂમમાં નહાવા ગયેલા દંપતીનું મોત, ડરામણું કારણ આવ્યું સામે

હોળીના દિવસની ખુશી ગાઝિયાબાદમાં એક પરિવાર માટે શોકમાં ફેરવાઈ ગઈ હતી. હોળીની સાંજે કારખાનેદાર અને તેની પત્નીનું બાથરૂમમાં મોત થયું હતું. હોળી રમ્યા બાદ બંને પતિ-પત્ની સાંજે…

Ajab Gajab News Trending
Couple died in Bathroom

Couple died in Bathroom: હોળીના દિવસની ખુશી ગાઝિયાબાદમાં એક પરિવાર માટે શોકમાં ફેરવાઈ ગઈ હતી. હોળીની સાંજે કારખાનેદાર અને તેની પત્નીનું બાથરૂમમાં મોત થયું હતું. હોળી રમ્યા બાદ બંને પતિ-પત્ની સાંજે 4 વાગે સ્નાન કરવા બાથરૂમ ગયા હતા. જ્યાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે બાથરૂમમાં ગેસ ગીઝરમાંથી ગૂંગળામણને કારણે બંને દંપતીના મોત થયા હતા. કારણ કે બાથરૂમમાં વેન્ટિલેશન નહોતું. પોલીસના જણાવ્યા અનુસાર, ‘દીપક ગોયલ (ઉંમર 40 વર્ષ) અને પત્ની શિલ્પી (ઉંમર 36 વર્ષ) મુરાદનગર નગરના અગ્રસેન કોલોનીના ફેઝ-વનમાં તેમના બે બાળકો સાથે રહેતા હતા. ગુરુવારે હોળી રમ્યા બાદ સાંજે 4 વાગ્યાની આસપાસ તેઓ ન્હાવા માટે બાથરૂમમાં ગયા હતા.

જ્યારે તેઓ એક કલાક સુધી બહાર ન આવ્યા અને અંદરથી કોઈ અવાજ ન આવ્યો ત્યારે બાળકોએ પાડોશીઓને જણાવ્યું. પાડોશીઓએ આવીને વેન્ટિલેશનનો કાચ તોડીને તાળું ખોલ્યું તો પતિ-પત્ની જમીન પર બેભાન અવસ્થામાં પડેલા જોવા મળ્યા. તેમને તાત્કાલિક યશોદા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા. હોસ્પિટલે મુરાદનગર પોલીસ સ્ટેશનને મેમો મોકલીને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ પછી પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે તે તપાસ માટે બાથરૂમની અંદર પહોંચ્યા તો તેમને ગૂંગળામણ જેવું લાગ્યું.

સિલિન્ડર અને ગેસ ગીઝર અંદર રાખવામાં આવ્યા હતા. બાથરૂમમાં વેન્ટિલેશનની કોઈ વ્યવસ્થા નહોતી. દરવાજાની ઉપર વેન્ટિલેશન માટે મુકવામાં આવેલ કાચ પણ બંધ હતો. આવી સ્થિતિમાં બંનેના મોત શ્વાસ રૂંધાવાથી થયા હોવાની આશંકા છે. જણાવી દઈએ કે દીપક ગોયલે થોડા મહિના પહેલા ગાઝિયાબાદમાં પેઇન્ટ કેમિકલ ફેક્ટરી ખોલી હતી. પત્ની શિલ્પી હોમ મેકર હતી. પરિવારમાં 2 બાળકો છે. દીકરી 14 વર્ષની છે અને દીકરો 12 વર્ષનો છે.

આ પણ વાંચો: Tejasvi Yadav-CBI Summons/ તેજસ્વી યાદવ મુશ્કેલીમાં: CBIએ ડેપ્યુટી સીએમને પૂછપરછ માટે બીજી વખત સમન્સ જારી કર્યા

આ પણ વાંચો: ED Inquiry/ તેલંગાણાના CM KCRની દીકરી કવિતા આજે ED સમક્ષ હાજર થશે, ઘરની બહાર એકઠા થયા કાર્યકરો

આ પણ વાંચો: Satish Kaushik Death/ સતીશ કૌશિકનું મૃત્યુઃ ફાર્મ હાઉસમાંથી દવાઓ મળી