Not Set/ રાત્રે ઉંઘ ઉડી જાય છે તો આ પીણું અવશ્ય પીવો મળશે છુટકારો

અમદાવાદ, ઘણા લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોવાની અથવા તો વારંવાર તેમની આંખ ખુલી જતી હોવાની ફરિયાદો હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તેઓ રાત્રે ઉંઘ આવે તેના માટે દવા લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, આ સમસ્યા કોઈ દવા વગર પણ દૂર થઈ શકે છે. એક નવા સંશોધનમાં આ અંગેની વિગત […]

Food Health & Fitness Trending
sleepless main રાત્રે ઉંઘ ઉડી જાય છે તો આ પીણું અવશ્ય પીવો મળશે છુટકારો

અમદાવાદ,

ઘણા લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોવાની અથવા તો વારંવાર તેમની આંખ ખુલી જતી હોવાની ફરિયાદો હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તેઓ રાત્રે ઉંઘ આવે તેના માટે દવા લેતા હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે, આ સમસ્યા કોઈ દવા વગર પણ દૂર થઈ શકે છે. એક નવા સંશોધનમાં આ અંગેની વિગત સપાટી પર આવી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, રાત્રીના સમયમાં ઊંઘતા પહેલા જા ગાયનું દૂધ પીવામાં આવે તો તેનાથી સારી ઉંઘ આવી શકે છે. જેથી કોઈ ઉંઘની દવા લીધા વિના જ આ સમસ્યા દૂર થઈ જશે.

Nano sized calcium improves bioavailability and could aid osteoporosis fight રાત્રે ઉંઘ ઉડી જાય છે તો આ પીણું અવશ્ય પીવો મળશે છુટકારો

દક્ષિણ કોરિયાની યુમયાંગ રિસર્ચ  ઈન્સ્ટીટ્યુટ અને ન્યુરોસાયન્સના સંશોધકોનું કહેવું છે કે,  રાત્રિના સમયમાં પીવામાં આવેલ દૂધમાં વિશેષરૂપથી ટ્રીપ્ટોફેન અને મેલાટોનિન પ્રચુર માત્રામાં જાવા મળે છે. મેલાટોનિન એક સ્વાભાવિક રૂપથી બનનાર હોર્મોન્સ છે, જે સુવા અને ઉઠવાના ચક્રને નિયંત્રણમાં રાખે છે અને ટ્રિપ્ટોફેન સેરોટોનિન અને મેલાટોનિનમાં બદલાઈ જાય છે.

સંશોધનમાં જણાવાયું છે કે, ઉંદરોને દિવસમાં દૂધ, રાત્રે દૂધ, પાણી અને ડાયજેપામ આપવામાં આવ્યા અને ત્યારબાદ તેમને ૨૦ મિનિટ સુધી ફરતા સિલેન્ડર ઉપર રાખી દેવામાં આવ્યા. જે ઉંદરોને ઉંઘઆવતી હતી તેમને સિલેન્ડર ઉપર ટકી રહેવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી.

દિવસે દૂધ પીનારા ઉંદરો કરતા રાત્રિના સમયમાં જે ઉંદરોને દૂધ આપવામાં આવ્યું હતું તેમને વધુ ઉંઘ આવતી હતી જેના કારણે તેઓ એટલા સક્રિય પણ ન હતા રહી શકતા. સંશોધકોએ દૂધ અંગે જણાવ્યું હતું કે, લાંબા સમયથી દૂધનો ઉપયોગ સારી ઊંઘ લેવા માટે કરવામાં આવી રહ્યો છે. આ અંગેનો અહેવાલ જનરલ ઓફ મેડિસિનલ ફૂડમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.