Not Set/ 22 સરકારી આઇકાર્ડ રાખી લોકોને બ્લેકમેલ કરતાં બંટી બબલી પકડાયા

ડેસર, સાવલી પાસે આવેલા ડેસર તાલુકાના નહારા ગામે બંટી અને બબલી પકડાયા છે.આ બંને યુવક યુવતી સરકારી અધિકારી બનીને લોકો પર રોફ જમાવીને પૈસા પડાવતા હતા.ડેસર પોલિસે બંટી બંબલીને પકડીને જેલ હવાલે કર્યા છે. સાબરકાંઠાના હિમ્મતનગરમાં રહેતા રાજુભાઇ જીવાજીભાઇ વણઝારા અને અપર્ણા બિશ્વજીત મંડોલ નામના યુવક-યુવતી ગાંધીનગર પાર્સિંગની સિલ્વર કલરની બોલેરો કાર ઉપર ગુજરાત સરકાર […]

Gujarat
desr cheater 22 સરકારી આઇકાર્ડ રાખી લોકોને બ્લેકમેલ કરતાં બંટી બબલી પકડાયા

ડેસર,

સાવલી પાસે આવેલા ડેસર તાલુકાના નહારા ગામે બંટી અને બબલી પકડાયા છે.આ બંને યુવક યુવતી સરકારી અધિકારી બનીને લોકો પર રોફ જમાવીને પૈસા પડાવતા હતા.ડેસર પોલિસે બંટી બંબલીને પકડીને જેલ હવાલે કર્યા છે.

સાબરકાંઠાના હિમ્મતનગરમાં રહેતા રાજુભાઇ જીવાજીભાઇ વણઝારા અને અપર્ણા બિશ્વજીત મંડોલ નામના યુવક-યુવતી ગાંધીનગર પાર્સિંગની સિલ્વર કલરની બોલેરો કાર ઉપર ગુજરાત સરકાર નું લખાણ ધરાવતી કાર લઈને ફરતા હતા.રાજુ અને અપર્ણા રેતીની લીઝ ચલાવતા વેપારીઓને પોતે ખાણખનીજના અધિકારી છે તેમ કહીને તેમની પાસે પૈસા પડાવતા હતા.એ સિવાય લાકડાની હેરાફેરી કરતાં વેપારીઓને પોતે વનવિભાગના અધિકારીઓની ઓળખ આપીને તેમની પાસેથી નાણાં પડાવતા હતા.

રાજુ અને અપર્ણા પાસે 22 જેટલાં જુદા જુદા સરકારી ખાતાઓના આઇ કાર્ડ હતા અને જે તે ખાતાને લાગતાવળગતા વેપારીઓ પાસેથી તેઓ પૈસા પડાવતા હતા.

જો કે ડેસરના નહારા ગામના ખેડુત નર્વતસિંહ રામસિંહ પરમાર  પોતાના ખેતર માંથી લીમડાનુ ઝાડ કાપી લાકડાની મીલમાં વેચવા માટે જતા હતા ત્યારે રસ્તામાં રાજુ અને અપર્ણા દ્રારા તેમને આંતરવામાં આવ્યા હતા.બંને યુગલે પોતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન  સંસ્થાના જનરલ સેક્રેટરી અને વન વિભાગના અધિકારી હોવાની ઓળખ આપીને નર્વતસિંહ પરમાર પાસેથી રૂપિયા ખંખેરવા પ્રયત્ન કર્યો હતો. ખેડૂતે તમે કયા ખાતામાંથી આવો છો એમ પુછી આઈકાર્ડ બતાવાનું કહ્યું તો બંનેએ ખેડૂતને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

નર્વતસિંહે પોતાને મળેલી ધમકી અંગે પોલિસને જાણ કરી હતી. ડેસર પોલીસે આવી બંટી બબલી ની તપાસ કરતા આ દંપતી નુ નામ રાજુભાઈ જીવાજીભાઈ વણઝારા રહે. હિંમતનગર જી.સાબરકાંઠા તથા મહિલા અર્પણાં બિશ્વજીત મંડોલ હોવાનુ બહાર આવ્યુ હતુ ડેસર પોલીસે બન્ને ની જડતી લેતા તેમની પાસેથી વિવિધ આઈકાર્ડ અને સર્ટીફિકેટ મળી આવ્યા હતા  સંસ્થાના નામે અને ખોટી રીતે સરકારી અધિકારી હોવાનો રૉફ જમાવી લોકોની પજવણી કરતા હોઈ બન્ને બંટી અને  બબલી વિરુધ્ધ ડેસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી બન્ને ની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા