Not Set/ ફક્ત ત્રણ જ મહેમાનને બોલાવી લગ્નના ખર્ચમાં મૂક્યો કાપ, પછી ખરીદી લીધું ઘર

બ્રિટનના રહેવાસી કપલ બેથ બેટ્સ અને જેકના લગ્નમાં ફક્ત ત્રણ ગેસ્ટ આવ્યા અને તસવીરો ક્લિક કરવાનું કામ કેટલાક અજાણ્યા લોકોએ કર્યું.

World
ezgif.com gif maker 1 6 ફક્ત ત્રણ જ મહેમાનને બોલાવી લગ્નના ખર્ચમાં મૂક્યો કાપ, પછી ખરીદી લીધું ઘર

પોતાનું એક ઘર હોય એ લગભગ દરેક કપલનું સ્વપ્ન હોય છે. પરંતુ મોંઘવારીમાં ઘર ખરીદવું અઘરું છે ત્યારે એક કપલે ઘર ખરીદવા માટે પૈસા બચાવવાનો નિર્ણય કર્યો અને પોતાના લગ્નમાં ભારે કાપ મૂક્યો. બ્રિટનના રહેવાસી કપલ બેથ બેટ્સ અને જેકના લગ્નમાં ફક્ત ત્રણ ગેસ્ટ આવ્યા અને તસવીરો ક્લિક કરવાનું કામ કેટલાક અજાણ્યા લોકોએ કર્યું. સોશિયલ મીડિયા પર કપલની કહાની ઘણી શેર થઇ રહી છે.

ezgif.com gif maker 2 4 ફક્ત ત્રણ જ મહેમાનને બોલાવી લગ્નના ખર્ચમાં મૂક્યો કાપ, પછી ખરીદી લીધું ઘર

ધ સનના રિપોર્ટ અનુસાર કન્યાએ લગ્નનો ડ્રેસ પણ 2 હજાર રુપિયામાં ખરીદ્યો હતો. સામાન્ય સંજોગોમાં બ્રિટનમાં એક લગ્ન પર અંદાજે 30 લાખ રુપિયાનો ખર્ચ આવે છે. પરંતુ આ કપલના લગ્ન પર કુલ 40 હજાર રુપિયાનો ખર્ચ થયો.

લગ્નમાં પૈસા બચાવવાના કારણે કપલે બ્રિટનના એસેક્સમા 3 બેડરુમનો ફ્લેટ ખરીદી લીધો. બેથે જણાવ્યું કે લગ્ન પહેલા જ તેમનું એક બાળક થઇ ચૂક્યું હતું અને બીજુ બાળક ખરીદતા પહેલા તેઓ ઘર ખરીદવા માંગતા હતા.

બેથે કહ્યું કે પરિવારવાળાઓએ લગ્નમાં ભાત-ભાતની વ્યવસ્થા કરવા માટે ઘણું દબાણ કર્યું. જો કે પહેલા તેમને આવો અંદાજો નહોતો. પરિવારના સભ્યોએ દૂરના સગાને બોલાવવા માટે કહ્યું. લગ્નમાં શરાબની વ્યવસ્થા કરવાની માંગ કરી.

તો બેથે જ્યારે લગ્નનો નિર્ણય કર્યો, તેના ચાર મહિના પછી પોતાના સગાસંબંધીઓને જણાવ્યું કે પોતાના હિસાબે જ આયોજન કરશે. ઘણાં સગાવ્હાલાને આનો ઝટકો લાગ્યો. પરંતુ કપલના માતા-પિતા ખુશ હતા.