Not Set/ કોરોનાના સૌથી ખતરનાક ડેલ્ટા વેરિયેન્ટ સામે કોવેક્સિન 50 ટકા અસરકારક

બે-ડોઝ મેળવ્યા પછી બે અઠવાડિયા કે તેથી વધુ સમય પછી, રોગનિવારક કોવિડ સામે રસીની સમાયોજિત અસરકારકતા અંતિમ તબક્કાના પરીક્ષણો દરમિયાન સ્થાપિત વચગાળાના પરિણામોના 77.8% કરતા ઓછી હતી,

Top Stories India
ડેલ્ટા વેરિયેન્ટ

કોરોનાના સૌથી ખતરનાક ડેલ્ટા વેરિયેન્ટ સામે કોવેક્સિન 50 ટકા અસરકારક છે.  દિલ્હી એમ્સમા હાથ ધરવામાં આવેલા એક સ્ટડીમાં આ તારણ સામે આવ્યું છે. આ સર્વે એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે ભારતમાં કોરોનાનો ડેલ્ટા વેરિયેન્ટ સૌથી પ્રભાવી અવસ્થામાં હતો.

આ પણ વાંચો : મમતા બેનર્જી સાથે મુલાકાત કર્યા પછી સુબ્રમણ્યમ સ્વામીએ આપી પ્રતિક્રિયા, હું તો ઓલરેડી જોઈન્ટ..

ભારતમાં બનેલી કોરોનાની રસી કોવેક્સિનના બે ડોઝ કોરોનાના ખતરનાક ડેલ્ટા વેરિયેન્ટ સામે 50 ટકા પ્રભાવી છે. ધ લાન્સેટ ઇન્ફેક્શિયસ ડિઝિઝ જર્નલમાં પ્રકાશિત ભારતના સ્વદેશી કોવિડ નાઇન્ટીન વેક્સિનના પહેલા વાસ્તવિક આકલનમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. ધ લાન્સેટના હાલમાં જ પ્રકાશિત એક વચગાળાના અધ્યયના પરિણામોમાં સામે આવ્યું છે કે કોવેક્સિનના બે ડોઝ કોરોના સામે 77.8 ટકા અસરકારક છે.

આ નવો સર્વે 15 એપ્રિલથી 15 મે વચ્ચે નવી દિલ્હીમાં એઇમ્સમાં હાથ ધરાયો હતો. સ્ટડીમાં 2714 જેટલા સંક્રમિતોને આવરી લેવાયા હતા. અને કોવિડ-19નું પરીક્ષણ કરવા માટે તેમનું RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો.. શોધકર્તાઓએ ઉલ્લેખ કર્યો છે કે અધ્યયન અવધિ દરમ્યાન ભારતમાં કોવિડનું ડેલ્ટા સંક્રમણ ખુબજ પ્રભાવી હતું. જે કોવિડ નાઇન્ટીનના તમામ કેસોમાંથી લગભગ 80 ટકા કેસો માટે જવાબદાર હતું.

આ પણ વાંચો :કેન્દ્ર સરકારે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં, સંસદના શિયાળુ સત્રમાં લાવી શકે છે બિલ

કોવેક્સિનને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સહયોગથી વિકસિત કરવામાં આવી છે. જે બે ડોઝવાળી વેકસિન છે. આ મહિને જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવેક્સિનને કોવિડ નાઇન્ટીન વેક્સિનની સ્વિકૃત, ઇમરજન્સી ઉપયોગની યાદીમાં શામેલ કરી છે.

આ પણ વાંચો :ટ્રેનમાં મુસાફરી કરતાં લોકો માટે સારા સમાચાર, ફૂડ સર્વિસ ફરી કરાઇ શરૂ

આ પણ વાંચો :પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અપાતું અનાજ હવે માર્ચ 2022 સુધી આપી શકાશે

આ પણ વાંચો :ત્રિપુરામાં ભાજપના ધારાસભ્યોએ પોતાની જ પાર્ટી પર ઉઠાવ્યા સવાલ, મુખ્યમંત્રીને પૂછ્યું – હિંસા પર કેમ મૌન સેવ્યું?