મંજૂરી/ વિશ્વના 96 દેશોએ કોવેક્સિન અને કોવિશીલ્ડને માન્યતા આપી,જાણો વિગતો

મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે નાગરિકો માટે એ સારી વાત છે કે વિશ્વભરના દેશોએ ભારતીય કોવિડ રસીકરણ પ્રમાણપત્રોને મંજૂરી આપી રહ્યા છે.

Top Stories India
CORONA 2 વિશ્વના 96 દેશોએ કોવેક્સિન અને કોવિશીલ્ડને માન્યતા આપી,જાણો વિગતો

ભારતીય કોવિડ રસીકરણ પ્રમાણપત્રને 96 દેશો દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે નાગરિકો માટે એ સારી વાત છે કે વિશ્વભરના દેશોએ ભારતીય કોવિડ રસીકરણ પ્રમાણપત્રોને મંજૂરી આપી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 109 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

 

 

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 109 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ‘હર ઘર દસ્તક’ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ રસીકરણ અભિયાન હાથ ધરવા માટે તમામ ઘરોની મુલાકાત લઈ રહ્યા છે.તેમણે કહ્યું કે WHOએ અત્યાર સુધીમાં EUL (ઇમરજન્સી યુઝ લિસ્ટ)માં 8 રસીઓનો સમાવેશ કર્યો છે. અમે ખુશ છીએ કે આમાંથી બે ભારતીય રસીઓ, કોવેક્સિન અને કોવિશિલ્ડને પણ સ્થાન મળ્યું છે. અત્યાર સુધીમાં 96 દેશોએ Covaxin અને Covishield ને માન્યતા આપી છે. તેમણે કહ્યું કે આ દેશો વિશેની માહિતી કોવિન એપ દ્વારા ઓનલાઈન મેળવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે ઓકટોબર મહિનામાં ઓસ્ટ્રેલિયા અને અન્ય પાંચ દેશો સિવાય વિશ્વના 30 થી વધુ દેશોએ ભારતના કોવિડ રસીકરણ પ્રમાણપત્રને માન્યતા આપી હતી.