Vaccine/ વેક્સીનેશન અભિયાન : સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પણ અપાશે કોરોનાની રસી

રસીકરણ મંગળવારથી શરૂ થશે. સુપ્રીમના ન્યાયાધીશો ઉપરાંત તેમના પરિવારના સભ્યો પણ રસી લેશે.

India
A 24 વેક્સીનેશન અભિયાન : સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પણ અપાશે કોરોનાની રસી

દેશમાં કોરોનાને ખત્મ કરવા માટે વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને કોવિડ -19ની રસી કોરોના સામે રક્ષણ માટે અપવાંમાં આવશે, આ રસીકરણ મંગળવારથી શરૂ થશે. સુપ્રીમના ન્યાયાધીશો ઉપરાંત તેમના પરિવારના સભ્યો પણ રસી લેશે.

સુપ્રીમ કોર્ટના રજીસ્ટરે સુપ્રીમ કોર્ટના પરિસરમાં રસીકરણની તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં સુપ્રીમ કોર્ટ નિવૃત્ત ન્યાયાધીશો અને તેમના પરિવારો માટે પણ રસી પૂરી પાડશે.સુપ્રીમ કોર્ટના રજીસ્ટરે ન્યાયાધીશોના સચિવોને માહિતી આપી તે મુજબ, ન્યાયાધીશ અને તેમનો પરિવાર કોઈપણ સૂચિબદ્ધ હોસ્પિટલમાં અથવા સુપ્રીમ કોર્ટ પરિસરમાં રસી લઈ શકે છે.

આ પણ વાંચો : PM મોદી, વિદેશ મંત્રી બાદ હવે ગૃહમંત્રી અમિત શાહે પણ લીધી વેક્સિન

આ ઉપરાંત તેમને કોવિશિલ્ડ અને કોવાક્સિન વચ્ચે પસંદગી કરવાની મંજૂરી આપવામાં આવી છે. માહિતીમાં એમ પણ જણાવ્યું છે કે, રસીકરણ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માર્ગદર્શિકા પ્રમાણે ચાર્જ આપવો પડશે.

નોંધનીય વાત એ છે કે, કોરોના વાયરસ સામે કોવિડ -19 રસીકરણ અભિયાનનો બીજો તબક્કો સોમવારથી શરૂ થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને તેમણે દેશવાસીઓને રસી લેવાની અપીલ પણ કરી છે.

આ પણ વાંચો :  “હું લોકડાઉન લાગુ કરવા નથી માંગતો પણ …”: મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેનું નિવેદન

પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, ‘મેં એઈમ્સમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો, તે પ્રશંસાકારક છે કે આપણા ડોકટરો કોરોના સામે વૈશ્વિક લડતને મજબૂત બનાવવા માટે કેવી રીતે ઝડપી કામગીરી કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘હું બધાને અપીલ કરું છું કે જે પણ રસી લેવા યોગ છે, તેઓ ભારતને કોરોના મુક્ત બનાવવામાં માટે સાથ આપે,