રસીકરણ/ જર્મનીમાં હવે 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ મળશે કોરોનાની રસી, આ તારીખથી થશે શરૂઆત

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો અંત લાવવા માટે વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધી માત્ર વયસ્ક લોકોને જ કોરોનાની વેક્સિન આપવામાં આવતી હતી

World
A 369 જર્મનીમાં હવે 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ મળશે કોરોનાની રસી, આ તારીખથી થશે શરૂઆત

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો અંત લાવવા માટે વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધી માત્ર વયસ્ક લોકોને જ કોરોનાની વેક્સિન આપવામાં આવતી હતી પરંતુ હવે અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં બાળકોને ફાઈઝરની વેક્સિન અપાઈ રહી છે. આ બધા વચ્ચે જર્મનીથી પણ એક સારા સમાચાર આવ્યા છે.

હકીકતમાં, અહીં હવે બાળકોને પણ આગામી મહીનેથી કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જર્મનીના ચાન્સેલર એંજેલા મર્કેલે જાણકારી આપી હતી કે સેટ જૂનથી કોરોનાની વેક્સિન 12 થી 15 વર્ષના બાળકોને પણ આપવામાં આવશે. આ તરફ યુરોપિયન મેડિકલ એજન્સીએ પહેલા જ 16 થી 18 વર્ષના બાળકોને કોવિડ-19 ની વેક્સિન આપવાની મંજૂરી આપી છે.

આ પણ વાંચો :પહેલા ડાયમંડ કિંગ,પછી કૌભાંડ કિંગ, પાલનપુરથી ડોમિનિકા સુધી મેહુલ ચોકસીની આખી કહાની

એન્જેલા મર્કેલે જણાવ્યું કે, આગામી 7મી જૂનથી 12 વર્ષથી વધારે ઉંમરના બાળકો વેક્સિન માટે એપોઈન્ટમેન્ટ લઈ શકશે. જે લોકો પોતાના બાળકોને કોરોના વેક્સિન અપાવવા ઈચ્છે છે તેમને ઓગષ્ટ એટલે કે શાળાની નવી સીઝન પહેલા વેક્સિનના બંને ડોઝ મળી જશે. માતા-પિતાઓને આ જણાવવાનું કે કોઈ પણ બાળક માટે વેક્સિન અનિવાર્ય નહીં રાખવામાં આવે. શાળાઓમાં વિદ્યાર્થીઓનું વેક્સિનેશન ફરજિયાત નહીં હોય. સાથે જ તમે માત્ર વેક્સિન લીધી હોય તેવા બાળકો સાથે જ ફરવા જઈ શકશો તેમ માનવું પણ ખોટું છે.

આ પણ વાંચો : દુષ્કર્મની ઘટનાને રોકવા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બનાવ્યો આવો નિયમ….

બાળકોમાં વેક્સિનેશનને મહામારી વિરુદ્ધની લડાઈમાં હાર્ડ ઇમ્યુનિટી બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે. આ જ મે મહીનામાં કેનેડાના આરોગ્ય સચિને 12 થી 16 વર્ષના બાળકો માટે ફાઇઝર કંપનીની કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. આ ઉપરાંત અમેરિકા સહિત ઘણા ખડી દેશોમાં પણ બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ફાઇઝરે માર્ચના અંતમાં અમેરિકામાં 12 થી 15 વર્ષના 2,260 સ્વયંસેવકો પર કરેલા અભ્યાસમાં શરૂઆતી પરિણામ જાહેર કર્યું હતું. જેના દ્વારા જાણવા મળ્યું હતું કે વેક્સિન લઈ ચૂકેલા બાળકોમાંથી કોઈમાં પણ કોરોનાનો કેસ જોવા મળ્યો નથી.

આ પણ વાંચો :પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં વધુ બળથી ઉઠાવવો જોઈએઃ UNGA પ્રમુખ

sago str 29 જર્મનીમાં હવે 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ મળશે કોરોનાની રસી, આ તારીખથી થશે શરૂઆત