Not Set/ #Covid19/ કોરોનાનાં કહેર વચ્ચે ચીને બનાવી એનિમેશન ફિલ્મ, અમેરિકાની ઉડાવી મઝાક

ચીનનાં વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસ આજે સમગ્ર દુનિયામાં ફેલાયો છે. અત્યાર સુધીમાં 34 લાખથી વધુ લોકો તેનો શિકાર બન્યા છે. જેના કારણે વૈશ્વિક અર્થતંત્રને મોટુ નુકસાન થઈ રહ્યું છે. અમેરિકા કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત છે, જ્યાં 10 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસને ચીની વાયરસ ગણાવી રહ્યા છે. […]

World
d0003d0e5607d09eb0bee4f56f1640c6 #Covid19/ કોરોનાનાં કહેર વચ્ચે ચીને બનાવી એનિમેશન ફિલ્મ, અમેરિકાની ઉડાવી મઝાક

ચીનનાં વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસ આજે સમગ્ર દુનિયામાં ફેલાયો છે. અત્યાર સુધીમાં 34 લાખથી વધુ લોકો તેનો શિકાર બન્યા છે. જેના કારણે વૈશ્વિક અર્થતંત્રને મોટુ નુકસાન થઈ રહ્યું છે. અમેરિકા કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત છે, જ્યાં 10 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસને ચીની વાયરસ ગણાવી રહ્યા છે. સાથે તેમણે વિશ્વની આ સ્થિતિ માટે ચીનને જવાબદાર ઠેરવ્યું છે. વળી ચીને એનિમેશન ફિલ્મ દ્વારા અમેરિકાની કઇક આવી રીતે મજાક ઉડાવીને જવાબ આપ્યો છે.

ફ્રાન્સમાં ચીનની એસેમ્બલીનાં સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 1.39 મિનિટની એનિમેશન ફિલ્મ પોસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ચીને બતાવ્યું હતું કે, તેણે ડિસેમ્બરથી અમેરિકાને કોરોનાનાં ખતરા અંગે વારંવાર ચેતવણી પણ આપી હતી, જ્યારે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેને સતત અવગણી રહ્યા હતા. વીડિયોનાં માધ્યમથી ચીને કહ્યું હતું કે, તે કોરોના સામે લડવા માટે સતત જરૂરી પગલાં લઈ રહ્યાં છે, જ્યારે યુએસ ફક્ત તેની ટીકા કરી રહ્યું છે અને વાતો બનાવી રહ્યું છે. આ વીડિયો Once Upon a Virus… કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. ટ્વિટર પર અપલોડ થવાની સાથે જ તે વાયરલ થઈ ગયો છે. તેને અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

થોડા દિવસો પહેલા જ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કોરોના વાયરસથી ચીન પર ભયંકર હુમલો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, તેમણે પુરાવા જોયા છે કે જે સ્પષ્ટ કરે છે કે ચીનની વુહાન લેબમાંથી જ આ વાયરસ મળી આવ્યો છે અને ત્યાંથી તેનું વિસ્તરણ શરૂ થયું છે. તેમણે કોરોના વાયરસ સંકટને પગલે ચીનને નવા ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. જ્યારે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે તમે આ કયા વિશ્વાસ સાથે કહી શકો છો કે કોરોના ચીનની વુહાન લેબમાંથી ફેલાયો છે, શું તમે પુરાવા જોયા છે? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હા મેં જોઇ લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.