Not Set/ #Covid19/ ટ્રમ્પની ચિંતામાં વધારો, હવે અમેરિકન ઉપરાષ્ટ્રપતિનાં પ્રેસ સચિવનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં અંગત સહાયક પછી, ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સનાં એક કર્મચારીનો કોરોના રિપોર્ટ હવે પોઝિટિવ આવ્યો છે. સીએનએન અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પુષ્ટિ કરી હતી કે ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સનાં પ્રેસ સેક્રેટરી કેટી મિલર કોરોનો વાયરસથી સંક્રમિત છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કોંગ્રેસનાં રિપબ્લિકન સભ્યો સાથેની મુલાકાત દરમિયાન કહ્યું કે, “તે એક અદભૂત યુવતી છે. […]

World
d08305e312c499cedde90b7c591f8236 #Covid19/ ટ્રમ્પની ચિંતામાં વધારો, હવે અમેરિકન ઉપરાષ્ટ્રપતિનાં પ્રેસ સચિવનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં અંગત સહાયક પછી, ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સનાં એક કર્મચારીનો કોરોના રિપોર્ટ હવે પોઝિટિવ આવ્યો છે. સીએનએન અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પુષ્ટિ કરી હતી કે ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સનાં પ્રેસ સેક્રેટરી કેટી મિલર કોરોનો વાયરસથી સંક્રમિત છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કોંગ્રેસનાં રિપબ્લિકન સભ્યો સાથેની મુલાકાત દરમિયાન કહ્યું કે, “તે એક અદભૂત યુવતી છે. તેમના સંક્રમિત હોવાની જાણકારી અચાનક મળી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, મિલર તેમના સંપર્કમાં આવી નથી, પરંતુ કહ્યું કે તે પેન્સ સાથે સંપર્કમાં રહી છે. વ્હાઇટ હાઉસનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, મિલર હંમેશાં પ્રેસનાં સભ્યો સાથે સંપર્કમાં રહેતી હતી અને વ્હાઇટ હાઉસ હવે પત્રકારો માટે પણ કોવિડ ટેસ્ટ કરાવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, કેટી મિલરનાં લગ્ન ટ્રમ્પનાં વરિષ્ઠ સલાહકાર સ્ટીફન મિલર સાથે થયા છે.

આપને જણાવી દઈએ કે, ગુરુવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. રાષ્ટ્રપતિની નજીક આવેલા કોઈને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું ત્યારે આ પહેલું જાણીતું ઉદાહરણ હતુ. વ્હાઇટ હાઉસ દેશનાં રાજકીય નેતાઓને સુરક્ષિત રાખવા પ્રોટેક્શન પ્રોટોકોલનાં અમલીકરણ તરફ આગળ વધી રહ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે કેટલાક કર્મચારીઓ કે જેઓ તેમની સાથે નજીકથી સંપર્ક કરે છે તેમના હવે દરરોજ ટેસ્ટ કરવામાં આવશે. પેન્સે ગુરુવારે પત્રકારોને એમ પણ કહ્યું કે હવે તેઓ અને ટ્રમ્પ બંને રોજ પોતાના ટેસ્ટ કરાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.