Not Set/ #Covid19/ ટ્રમ્પને હવે સમજાયુ, કહ્યુ- કોરોના અટેક પર્લ હાર્બર હુમલો અને 9/11 કરતા વધુ ખરાબ

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસ રોગચાળાએ અમેરિકાને બીજા વિશ્વયુદ્ધમાં પર્લ હાર્બર હુમલો અથવા 9/11 નાં હુમલા કરતાં વધુ ઇજા પહોંચાડી છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, “તે પર્લ હાર્બર કરતા ખરાબ છે. તે વર્લ્ડ ટ્રેડ સેન્ટર કરતા પણ ખરાબ છે. અને તે ક્યારેય ન થવું જોઈએ.” […]

World
ca2de6693458f3b90f280f7d13027adc #Covid19/ ટ્રમ્પને હવે સમજાયુ, કહ્યુ- કોરોના અટેક પર્લ હાર્બર હુમલો અને 9/11 કરતા વધુ ખરાબ

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસ રોગચાળાએ અમેરિકાને બીજા વિશ્વયુદ્ધમાં પર્લ હાર્બર હુમલો અથવા 9/11 નાં હુમલા કરતાં વધુ ઇજા પહોંચાડી છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, “તે પર્લ હાર્બર કરતા ખરાબ છે. તે વર્લ્ડ ટ્રેડ સેન્ટર કરતા પણ ખરાબ છે. અને તે ક્યારેય ન થવું જોઈએ.”

1941 માં, જાપાન પર અમેરિકન પર્લ હાર્બર નેવી બેઝ પર અચાનક હવાઈ હુમલો થયો હતો. આ હુમલા પછી યુનાઇટેડ સ્ટેટ્સને બીજા વિશ્વ યુદ્ધમાં કૂદવા મજબૂર થવુ પડ્યુ હતુ. યુએસમાં 11 સપ્ટેમ્બર 2001 નાં રોજ થયેલા આતંકી હુમલામાં લગભગ 3000 લોકો માર્યા ગયા હતા. તેમાંથી મોટાભાગનાં ન્યૂયોર્કનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં માર્યા ગયા હતા. ત્યારબાદ ઇરાક અને અફઘાનિસ્તાન સહિતનાં અન્ય દેશોમાં યુએસ આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ અને અભિયાન બે દાયકા સુધી ચાલ્યું હતુ.