Not Set/ #Covid19/ USA માં છેલ્લા 24 કલાકમાં 532 લોકોનાં થયા મોત, 2 મહિનામાં આ છે સૌથી ઓછો આંકડો

અમેરિકામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે અમેરિકામાં કોવિડ-19 ને કારણે અત્યાર સુધીમાં 98,218 લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં કારણે અમેરિકામાં 532 વધુ લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લાં બે મહિનામાં આ સૌથી નીચો આંકડો છે, એવું માનવામાં આવે છે કે અમેરિકામાં વાયરસ ધીમો પડી ગયો છે, જ્યારે વર્લ્ડ હેલ્થ […]

World
1b55ef02c9163deb6601a032151a9bc8 #Covid19/ USA માં છેલ્લા 24 કલાકમાં 532 લોકોનાં થયા મોત, 2 મહિનામાં આ છે સૌથી ઓછો આંકડો

અમેરિકામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે અમેરિકામાં કોવિડ-19 ને કારણે અત્યાર સુધીમાં 98,218 લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં કારણે અમેરિકામાં 532 વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

છેલ્લાં બે મહિનામાં આ સૌથી નીચો આંકડો છે, એવું માનવામાં આવે છે કે અમેરિકામાં વાયરસ ધીમો પડી ગયો છે, જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં તાજેતરનાં આંકડા મુજબ, કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 3,42,000 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 53 લાખથી વધુ લોકો આ વાયરસથી પ્રભાવિત થયા છે.

કોરોના વાયરસનાં 1,02,790 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 53,07,298 પર પહોંચી ગઈ છે. જ્યારે આ વાયરસને કારણે 4,383 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે કુલ મૃત્યુઆંક 3,42,070 પર પહોંચી ગયો છે. આપને જણાવી દઇએ કે, વિશ્વ આરોગ્ય સંગઠને 11 માર્ચે કોરોના વાયરસને વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.