Panchmahal/ ઓસ્ટ્રેલિયા સામે જીત બાદ ગોધરાનાં મુસ્લિમ સમાજનાં ક્રિકેટ પ્રેમીઓએ કરી આવી રીતે ઉજવણી

વર્ષ 2021 ની શરૂઆતમાં જ અજિંક્ય રહાણેનાં નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.

Gujarat Others
sssss 115 ઓસ્ટ્રેલિયા સામે જીત બાદ ગોધરાનાં મુસ્લિમ સમાજનાં ક્રિકેટ પ્રેમીઓએ કરી આવી રીતે ઉજવણી

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

વર્ષ 2021 ની શરૂઆતમાં જ અજિંક્ય રહાણેનાં નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આ મેચમાં ભારતીય યુવા ખિલાડી રિષભ પંતને મેન ઓફ ધ મેચ જાહેર કરવામા આવ્યો હતો. જેને જોઇ ભારતનાં ઘણા ભાગોમાં નાગરિકોએ વિજયનો ઉત્સવ મનાવ્યો હતો.

sssss 116 ઓસ્ટ્રેલિયા સામે જીત બાદ ગોધરાનાં મુસ્લિમ સમાજનાં ક્રિકેટ પ્રેમીઓએ કરી આવી રીતે ઉજવણી

ભારતીય ટીમની આ ઐતિહાસિક જીતથી સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારે ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમની ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચમાં ભવ્ય જીત થતા ગોધરા શહેરનાં મુસ્લિમ સમાજનાં યુવા ક્રિકેટ પ્રેમીઓએ ક્રિકેટ મેદાનમાં અનેરા ઉત્સાહ સાથે એક બીજાને મીઠાઈ વહેંચી ભારતીય ક્રિકેટ ટીમનાં વિજયને યાદગાર બનાવ્યો હતો. જેમાં ક્રિકેટ રસિયાઓએ આશા વ્યક્ત કરી હતી કે આવનાર સમયમાં ભારતીય ટીમ હજુ પણ ટેસ્ટ, એક દિવસીય અને 20-20 મેચમાં શાનદાર પ્રદર્શન કરી દેશનું નામ હજુ પણ રોશન કરશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Gujarat: ફાજલ શિક્ષકો માટે આવ્યા સુખદ સમાચાર, શિક્ષણ વિભાગે કર્યો સત્તાવાર પરિપત્ર

Gandhinagar: વિધાનસભામાં કેન્ટીન બનાવી અફલાતુન પણ ભોજનમાં ક્યાં છે ભલીવાર

Gujarat: 25 લાખની લાંચ લેતા લાંચિયા બાબુ પર ACBનો સકંજો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો