Not Set/ શમીને દિલ્લી પરત આવતા નડ્યો રોડ એક્સિડન્ટ, માથામાં ઈજાના લીધે લેવા પડ્યા ૧૦ ટાંકા

નવી દિલ્લી પત્ની હસીનના લગાતાર આરોપોના વિવાદમાં ઘેરાયેલા ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી એક રોડ એકસીડન્ટનો શિકાર બન્યો છે. રવિવારે સવારે શમી જયારે  દેહરાદુનથી દિલ્લી આવી રહ્યો હતો તે દરમ્યાન આ ઘટના બની છે. આ અકસ્માતમાં શમીને માથાના ભાગે ઈજા પહોચી છે. આ ઈજા ઘણી ઊંડી હોવાના લીધે ડોક્ટરને ટાંકા લેવાની ફરજ પડી છે. અકસ્માત થયા […]

Top Stories
mohammed shami શમીને દિલ્લી પરત આવતા નડ્યો રોડ એક્સિડન્ટ, માથામાં ઈજાના લીધે લેવા પડ્યા ૧૦ ટાંકા

નવી દિલ્લી

પત્ની હસીનના લગાતાર આરોપોના વિવાદમાં ઘેરાયેલા ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી એક રોડ એકસીડન્ટનો શિકાર બન્યો છે. રવિવારે સવારે શમી જયારે  દેહરાદુનથી દિલ્લી આવી રહ્યો હતો તે દરમ્યાન આ ઘટના બની છે. આ અકસ્માતમાં શમીને માથાના ભાગે ઈજા પહોચી છે. આ ઈજા ઘણી ઊંડી હોવાના લીધે ડોક્ટરને ટાંકા લેવાની ફરજ પડી છે.

અકસ્માત થયા બાદ શમી  દેહરાદૂનમાં જ રોકાયો  છે અને હાલ તેમની સ્થિતિ સામાન્ય છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Image result for mohammed shami

શમીને માથાના ભાગે ઈજા પહોચી હોવાને લીધે ૧૦ ટાંકા આવ્યા છે.તમને જણાવી દઈએ કે શમી છેલ્લા થોડા દિવસોથી આવનારી આઈપીએલ મેચને લીધે દેહરાદૂનમાં ખાનગી ક્રિકેટ એકેડમીમાં રોકાયો હતો.

પોતાની ટોયોટા કારમાં જયારે દિલ્લી પાછો ફરી રહ્યો હતો ત્યારે સવારે ૫ વાગ્યા આસપાસ અકસ્માત થયો હતો. શમીની કારમાં ૪-૫ જના બેઠા હતા એક ટ્રક દ્વારા ઓવરટેક કરવાના બદલે શમીની કારણે એકસીડન્ટ નડ્યો હતો. જો કે ટૂંક જ સમયમાં શમીને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ  કરી દેવાશે હાલ તેમની તબિયત સારી છે.