અભિનંદન/ ક્રિકેટર દિનેશ કાર્તિક જોડિયા બાળકોના પિતા બન્યા,સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક જોડિયા બાળકોના પિતા બન્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.  તેમની પત્ની સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ છે

Top Stories Sports
dinesh kartik ક્રિકેટર દિનેશ કાર્તિક જોડિયા બાળકોના પિતા બન્યા,સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક જોડિયા બાળકોના પિતા બન્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.  તેમની પત્ની સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિનેશ કાર્તિક કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો હતો. તેઓએ બાળકોના નામ કબીર પલ્લીકલ કાર્તિક અને ગિયાન પલ્લીકલ કાર્તિક રાખ્યા છે.

 

 

દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને લખ્યું, ‘અમે 3 થી 5 થઇ ગયા છે અમને 2 પુત્રોનો આશીર્વાદ મળ્યો છે. તેમના નામ કબીર પલ્લીકલ કાર્તિક અને જિયાન પલ્લીકલ કાર્તિક છે. અમારા માટે આ સૌથી મોટી ખુશીની ક્ષણ છે. દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલના લગ્ન વર્ષ 2015માં થયા હતા. પલ્લીકલ દેશના સૌથી પ્રખ્યાત સ્ક્વોશ ખેલાડીઓમાંના એક છે. તેણીએ 2006 માં તેણીની વ્યાવસાયિક સ્ક્વોશની શરૂઆત કરી અને પ્રોફેશનલ સ્ક્વોશ એસોસિએશન મહિલા રેન્કિંગમાં ટોચના 10 માં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય બન્યા હતા