Not Set/ પાળતું કૂતરાં પર ફેંક્યો પથ્થર અને પછી તેના માલિકે કરી દીધું આ કામ કે…

દિલ્લી  દેશની રાજધાનીમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ એક વ્યક્તિ પર ગોળી ચલાવી હતી કેમ કે તેણે એના પાળતું કૂતરાં પર પથ્થર ફેંક્યો હતો. કૂતરાં પર પથ્થર ફેંકતા નારાજ માલિકે ૩૦ વર્ષીય વ્યક્તિ પર ગોળી ચલાવી દીધી હતી. અફક નામક વ્યક્તિનું ગોળી વાગવાને લીધે મૃત્યુ થયું હતું. પોલીસે ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે […]

Top Stories India Trending
Dog પાળતું કૂતરાં પર ફેંક્યો પથ્થર અને પછી તેના માલિકે કરી દીધું આ કામ કે...

દિલ્લી 

દેશની રાજધાનીમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ એક વ્યક્તિ પર ગોળી ચલાવી હતી કેમ કે તેણે એના પાળતું કૂતરાં પર પથ્થર ફેંક્યો હતો.

કૂતરાં પર પથ્થર ફેંકતા નારાજ માલિકે ૩૦ વર્ષીય વ્યક્તિ પર ગોળી ચલાવી દીધી હતી. અફક નામક વ્યક્તિનું ગોળી વાગવાને લીધે મૃત્યુ થયું હતું.

પોલીસે ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે અફક રવિવારે રાત્રે કામ પરથી ઘરે જી રહ્યો હતો આ દરમ્યાન એક ઘરના પાળતું કૂતરાંએ તેની પર ભસવાનું શરુ કરી દીધું હતું. કુતરું કરડી જશે તો તેવા ડરથી અફાકે તેને પથ્થર માર્યો હતો. બસ આ વાતથી ગુસ્સે થઈએને માલિકે પોતાની બંદુકથી અફાક પર ગોળી ચલાવી દીધી હતી. ગોળી વાગતા જ અફાક ત્યાં ઢળી પડ્યો અને આરોપી ફરાર થઇ ગયો હતો.

હોસ્પિટલમાં ડોકટરે અફાકને મૃત ઘોષિત કર્યો હતો. આરોપીનું નામ મેહતાબ છે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં આવો કિસ્સો પ્રથમ વખત નથી થયો પરંતુ આની પહેલા પણ આવી ઘટના બની ચુકી છે જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું.