Not Set/ જુનાગઢ આંગડીયા માલીક પાસે થી 25 લાખની લૂંટ, ક્રાઈમ બ્રાંચે 24 કલાક માં જ ઝડપી લીધા આરોપી

ઊના થી 25 લાખ રૂપીયા લઈ માંગરોળ પહોચેલ આંગડીયા ના માલીક હરેશ ચોલેરા બસ ડેપો થી પોતાના ઘરે જઈ રહેલ ત્યારે બે શખ્શો મોઢા પર બુકાની બાંધી 25 લાખ સાથે ના થેલા ને ઝુટવી નાસી છુટ્યા હતા જે ઘટના સીસીટીવી માં પણ કેદ થયેલી (સીસીટીવી ગઈ કાલે આપ્યા છે) બાદ લોકો એ પીછો કરતાં તે […]

Gujarat Others
gir somnath જુનાગઢ આંગડીયા માલીક પાસે થી 25 લાખની લૂંટ, ક્રાઈમ બ્રાંચે 24 કલાક માં જ ઝડપી લીધા આરોપી
ઊના થી 25 લાખ રૂપીયા લઈ માંગરોળ પહોચેલ આંગડીયા ના માલીક હરેશ ચોલેરા બસ ડેપો થી પોતાના ઘરે જઈ રહેલ ત્યારે બે શખ્શો મોઢા પર બુકાની બાંધી 25 લાખ સાથે ના થેલા ને ઝુટવી નાસી છુટ્યા હતા જે ઘટના સીસીટીવી માં પણ કેદ થયેલી (સીસીટીવી ગઈ કાલે આપ્યા છે) બાદ લોકો એ પીછો કરતાં તે આરોપી બાઈક સાથે નાસી છુટ્યા હતા.
પોલીસે બનાવ ની ગંભીરતા જોઈ આવી હીસ્ટ્રી ધરાવતા આ વીસ્તાર માં આરોપી ઓ ને ટેક્નીકલ સર્વેલન્સ ટીમ ની મદદ થી લોકેશનો તપાસી અને શકમંદો ને મોડી રાત્રે જ માંગરોલ અને મેંદરડા વીસ્તાર માં થી કુલ 4 શખ્શો ને ઝડપી લીધા હતા પ્રાથમીક પુછ પરછ માં જ બે આરોપી ઓ પોલીસ પાસે પોપટ બની ગયા હતા અને 24 લાખ રૂપીયા પણ કાઢી આપ્યા હતાં જેમાં રાહીલ ચૌહાણ રહેઠાણ મેંદરડા તેમજ મહમદ મોભી રહેઠાણ માંગરોળ વાળા ને ઝડપી આકરી પુછ પરછ શરૂ કરી છે.
જેમાં મહત્વ નો ખુલાશો થયો છે કે પી.એમ આંગડીયા પેઢી માં જ નોકરી કરતો શબ્બીર કબલ રહેઠાણ માંગરોલ જે પૈસા ની હેરાફેરી ની વીગત પકડાયેલ આરોપી ઓ ને આપતો હોય તેમજ લુંટાયેલ 25 લાખ તેણે ફારૂક પટેલ રહેઠાણ માંગરોલ વાળા ને આપેલ હોય ત્યારે પોલીસે હાલ બે આરોપીઓ ની અટક કરી છે બે ની પુછ પરછ ચાલી રહી છે તો હજું આ બનાવ માં આરોપી ની સંખ્યા વધવાની પણ પોલીસ ને આશંકા છે