Crime/ ક્રાઈમ બ્રાન્ચે ઘરફોડ ચોરી અને ચીલઝડપના ગુનાનો ભેદ ઉકેલ્યો,બે આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના ગુનાઓને અંજામ આપનાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. જે બંને આરોપીઓ ચીલઝડપ અને ચોરીના ગુના સાથે સંકળાયેલા છે. આરોપી મહેમુદ ઉર્ફે નોની અજમેરી અને આસિફ શેખની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસને બાતમી મળી હતી કે ચીજ છે અને ચોરી કરનારા […]

Ahmedabad Gujarat
ahd 2 ક્રાઈમ બ્રાન્ચે ઘરફોડ ચોરી અને ચીલઝડપના ગુનાનો ભેદ ઉકેલ્યો,બે આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના ગુનાઓને અંજામ આપનાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. જે બંને આરોપીઓ ચીલઝડપ અને ચોરીના ગુના સાથે સંકળાયેલા છે. આરોપી મહેમુદ ઉર્ફે નોની અજમેરી અને આસિફ શેખની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસને બાતમી મળી હતી કે ચીજ છે અને ચોરી કરનારા બે આરોપીઓ દાણીલીમડા અને તેની આસપાસના વિસ્તારમાં ફરી રહ્યા છે. જેથી બાતમીના આધારે દાણીલીમડા વિસ્તાર માંથી બંને આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. બંને આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ કરતા ચોરી અને ચીલઝડપના અનેક ગુનાઓનો પર્દાફાશ થયો છે.

બંને આરોપી અમદાવાદના કયા વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા તે જાણવા માટે પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. નિર્દોષ જનતાને શિકાર બનાવી પોતાના નાપાક મનસૂબા ને અંજામ આપતા આરોપીઓ સાથે અન્ય કોણ-કોણ સામેલ છે તે જાણવા માટે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ