Asia Cup 2023/ “એશિયા કપ” પર સંકટના વાદળો ઘેરાયા! પાણી-પણી થયું કોલંબો: જાણો શું છે લેટેસ્ટ અપડેટ

એશિયા કપ 2023માં વરસાદ સૌથી મોટો વિલન બની શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રમાયેલી મેચ રદ કરવામાં આવી હતી. આજે ભારત અને નેપાળ વચ્ચેની મેચમાં પણ વરસાદની શક્યતાઓ વધી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શ્રીલંકાના કેન્ડીમાં આજે લગભગ 80 ટકા વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ કોલંબોમાં વરસાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ […]

Asia Cup Top Stories Sports
Asia Cup 2023 "એશિયા કપ" પર સંકટના વાદળો ઘેરાયા! પાણી-પણી થયું કોલંબો: જાણો શું છે લેટેસ્ટ અપડેટ

એશિયા કપ 2023માં વરસાદ સૌથી મોટો વિલન બની શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રમાયેલી મેચ રદ કરવામાં આવી હતી. આજે ભારત અને નેપાળ વચ્ચેની મેચમાં પણ વરસાદની શક્યતાઓ વધી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શ્રીલંકાના કેન્ડીમાં આજે લગભગ 80 ટકા વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ કોલંબોમાં વરસાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. શહેર પાણીમાં ડૂબી ગયું છે.

હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને એશિયા કપની સુપર ફોરની મેચો કોલંબોથી અન્ય શહેરમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. કોલંબોમાં પૂર જેવી સ્થિતિ છે. આ શહેરમાં સુપર-4 અને ફાઈનલ સહિત કુલ પાંચ મેચો રમાવાની છે.

એક મેચ લાહોરમાં અને બીજી કોલંબોમાં

6 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી એશિયા કપની સુપર ફોરની મેચો રમાશે. પ્રથમ મેચ પાકિસ્તાનના લાહોરમાં રમાવાની છે. બાકીની મેચો શ્રીલંકાના કોલંબોમાં જ રમવાની છે. એશિયા કપની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાવાની છે, પરંતુ જો વરસાદ આમ જ ચાલુ રહેશે તો આ ફાઈનલ મેચ કોલંબોમાં યોજવી શક્ય નથી.

કોલંબોમાં રવિવારે આખો દિવસ વરસાદ પડ્યો હતો. Accuweather વેબસાઈટ અનુસાર, 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી શહેરમાં ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન સરેરાશ તાપમાન 26 થી 29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે.

ACC પ્લાનિંગ કરી રહ્યું છે

કોલંબોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એશિયા કપની બાકીની મેચો અન્ય મેદાનમાં યોજવાનું વિચારી રહી છે. સમાચાર છે કે સુપર ફોરની તમામ મેચો કોલંબોથી કેન્ડી અને દામ્બુલામાં શિફ્ટ થઈ શકે છે.

આ પણ વાંચો: દુસ્વપ્નના વાવેતર/ માદક પદાર્થોના વેપારમાં નવો જ કીમિયો

આ પણ વાંચો: Asia Cup/ બાંગ્લાદેશે અફઘાનિસ્તાને 89 રને હરાવીને સુપર-4ની આશા જીવંત રાખી

આ પણ વાંચો: World Cup 2023/ વર્લ્ડ કપ 2023ની ભારત-પાકિસ્તાન મેચની ઓનલાઇન ટિકિટ માત્ર બે જ કલાકમાં વેચાઇ ગઇ