વર્લ્ડ રેકોર્ડ/ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રચ્યો ઈતિહાસ, 800 ગોલ કરનાર દુનિયાનો પહેલો ફૂટબોલર બન્યો

ફૂટબોલમાં સૌથી વધુ રેકોર્ડ બનાવનાર પોર્ટુગલનાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વધુ એક ઈતિહાસ રચ્યો છે. આર્સેનલ સામે રમતી વખતે રોનાલ્ડોએ બે ગોલ કર્યા હતા.

Sports
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

ફૂટબોલમાં સૌથી વધુ રેકોર્ડ બનાવનાર પોર્ટુગલનાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વધુ એક ઈતિહાસ રચ્યો છે. આર્સેનલ સામે રમતી વખતે રોનાલ્ડોએ બે ગોલ કર્યા હતા. આ બે ગોલ સાથે રોનાલ્ડો 800 ગોલ કરનાર તે વિશ્વનો પ્રથમ ફૂટબોલર બની ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ પણ રોનાલ્ડોનાં નામે છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

આ પણ વાંચો – IND Vs NZ / અંતિમ ટેસ્ટ મેચમાં શું છે હવામાન વિભાગની આગાહી? વાનખેડેની પિચ કરી શકે છે ભારતને લાભ

હાલમાં વિશ્વનાં સૌથી લોકપ્રિય ફૂટબોલર પોર્ટુગલનાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની શ્રેષ્ઠ રમત બતાવીને વધુ એક રેકોર્ડ પોતાના ખાતામાં નોંધાવ્યો છે. માન્ચેસ્ટર યુનાઈટેડ તરફથી રમતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આર્સેનલ સામે રમાયેલી મેચમાં બે ગોલ કર્યા હતા અને આ બે ગોલની મદદથી માન્ચેસ્ટર યુનાઈટેડની ટીમે આ મેચમાં વિરોધી ટીમ આર્સેનલને 3-2થી હરાવ્યું હતું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાનો પહેલો ગોલ કરવાની સાથે જ તેની કારકિર્દીનાં 800 ગોલનો આંકડો સ્પર્શી લીધો હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનાં નામે હવે કુલ 801 ગોલ થઈ ગયા છે. સૌથી વધુ ગોલનાં મામલે રોનાલ્ડોની પાછળ ફૂટબોલનાં મહાન ખેલાડી પેલેનું નામ છે, જેણે પોતાની કારકિર્દીમાં 757 ગોલ કર્યા હતા. માન્ચેસ્ટર યુનાઈટેડ અને આર્સેનલ સામેની મેચોમાં, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું અને ટીમ સામે સમયાંતરે ગોલ ફટકારીને બચાવ કર્યો હતો. હાફ ટાઈમ બાદ 10મી મિનિટે રોનાલ્ડોએ પહેલો ગોલ કર્યો હતો. આ ગોલ સાથે, રોનાલ્ડોએ તેની કારકિર્દીનાં 800 ગોલનો આંકડો સ્પર્શ કર્યો. મેચની 70મી મિનિટે રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડની પેનલ્ટી કીને કન્વર્ટ કરીને મેચનો બીજો ગોલ કર્યો હતો. હવે તેની કારકિર્દીમાં કુલ 801 ગોલ થઈ ગયા છે.

માન્ચેસ્ટર યુનાઇટેડ માટે

બ્રુનો ફર્નાન્ડિસ (44′ મિનિટ),
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (52′ મિનિટ, 70′ મિનિટ પેન)

આર્સેનલ માટે

સ્મિથ રો (13′ મિનિટ),
ઓડેગાર્ડ (54′ મિનિટ)

આ પણ વાંચો – ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ / ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે ટીમ ઈન્ડિયાના આફ્રિકા પ્રવાસ પર સસ્પેન્સ, CSAએ ઘરેલું મેચો કરી મુલતવી

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

પોર્ટુગલ તરફથી રમતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનાં નામે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ છે. તાજેતરમાં રોનાલ્ડોએ ઈરાનનાં અલીએ કરેલા 109 ગોલનાં રેકોર્ડને તોડી નાખ્યો છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય સ્તરે 115 ગોલ કર્યા છે. હાલમાં, એવો કોઈ ખેલાડી નથી કે જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનો આંકડો પણ સ્પર્શ કર્યો હોય. ભારત તરફથી રમતા સુનીલ છેત્રી અને ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી 80-80 આંતરરાષ્ટ્રીય ગોલ સાથે રોનાલ્ડોથી પાછળ છે.