Not Set/ LIVE UPDATE : લંચ બ્રેક સુધી ભારતના 27 ઓવરમાં 1 વિકેટે 115 રન

ગોલ : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. ભારતે હાર્દિક પંડયાનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કર્યો છે. હાર્દિક પંડયાનું આમ ટેસ્ટ ટીમમાં પદાર્પણ થયું છે. આ મેચ ગોલ ઇન્ટરનેશનલ મેદાન ખાતે રમાશે. ભારત માટે આ મેદાન અપશુકનિયાળ રહ્યું છે. ગત […]

World Sports
cricket sri ind LIVE UPDATE : લંચ બ્રેક સુધી ભારતના 27 ઓવરમાં 1 વિકેટે 115 રન

ગોલ : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. ભારતે હાર્દિક પંડયાનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કર્યો છે. હાર્દિક પંડયાનું આમ ટેસ્ટ ટીમમાં પદાર્પણ થયું છે. આ મેચ ગોલ ઇન્ટરનેશનલ મેદાન ખાતે રમાશે. ભારત માટે આ મેદાન અપશુકનિયાળ રહ્યું છે. ગત પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડીયાને અહીં હારનો સામનો કરવા પડ્યો હતો. ભારતીય ટીમ ૨ વર્ષ બાદ શ્રીલંકાના પ્રવાસે આવી છે. છેલ્લી વખત વર્ષ ૨૦૧૫ માં કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમે ૨-૧ થી સીરીઝ પોતાના નામે કરી હતી.

ભારતની પ્રથમ ઇનિંગ

ભારતીય ટીમની શરૂઆત સારી રહી છે. ભારત તરફથી શિખર ધવન 64 અને ચેતેશ્વર પુજારા 37 રન બનાવી રમતમાં છે જયારે અભિનવ મુકુન્દ 12 રન બનાવી પ્રેવેલિયન પરત ફર્યો હતો.

ત્યારે બીજી તરફત શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચાંદીમલ ન્યુમોનિયાની બીમારીના કારણે આ મેચમાં રમી રહ્યા નથી. દિનેશ ચાંદીમલની જગ્યાએ રંગના હેરાથ આ મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા છે

ભારત – વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, અભિનવ મુકુંદ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શામી.

શ્રિલંકા – ઉપુલ થરંગા, દીમુત કરુણારત્ને, કુસલ મેન્ડીસ, ધનુષ્કા, ગુનાતિલકા, એન્જેલો મેથ્યુઝ, નિરોશન ડીકવેલા, એસેલા ગુણારત્ને, દિલરૂઆન પરેરા, રંગના હેરાથ (કેપ્ટન), લાહિરુ કુમારા અને નુવાન પ્રદીપ