Not Set/ શાંતિથી પાણી પીતા હાથીને મગરએ છંછેડ્યો, જુવો ગુસ્સામાં ગજરાજે કેવી રીતે પાઠ ભણાવ્યો

પૃથ્વી પર સૌથી મોટું પ્રાણી, હાથીને સૌથી બુદ્ધિશાળી માનવામાં આવે છે, પરંતુ તેનો ગુસ્સો ખૂબ જ ખતરનાક છે. તાજેતરમાં જ આ સંબંધિત એક વીડિયો સામે આવ્યો છે. જે જોયા પછી તમને આશ્ચર્ય થશે.

Videos
arc vector electric bike 1 4 શાંતિથી પાણી પીતા હાથીને મગરએ છંછેડ્યો, જુવો ગુસ્સામાં ગજરાજે કેવી રીતે પાઠ ભણાવ્યો

ગજરાજનો ગુસ્સો : જંગલની દુનિયા વિશે સાંભળ્યા પછી જ લોકો રોમાંચિત થઈ જાય છે. આ જ કારણ છે કે જ્યારે તેમને સમય મળે છે, ચોક્કસપણે જંગલમાં ફરવા જવા તૈયાર જ હોય છે. હકીકતમાં, જંગલમાં આવા ઘણા દુર્લભ જોવાલાયક દ્રશ્યો જોવા મળે છે, જેને જોઈને ચોક્કસથી આશ્ચર્ય થાય છે. એટલે જ કહેવાય છે કે જંગલમાં ક્યારે શું થશે તેની કોઈ આગાહી કરી શકાતી નથી. આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહ્યો છે, જેમાં શાનથી પ[આની પિતા ગજરાજને એક મગર છંછેડી રહ્યો છે. અને પછી તો ગજરાજ નો ગુસ્સો જોવા જેવો છે.

આપણે બધા જાણીએ છીએ કે હાથીઓ પૃથ્વી પરના સૌથી મોટા પ્રાણીઓ છે, આ હોવા છતાં ઘણી વખત શિકારીઓ તેમનો શિકાર કરે છે. જો કે હાથીઓને ખૂબ જ બુદ્ધિશાળી અને દયાળુ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તેઓ ગુસ્સે થાય છે, ત્યારે તેઓ કોઈનો જીવ લેવાથી પીછેહઠ કરતા નથી. તાજેતરમાં, આ સંબંધિત એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમે પણ સમજી જશો કે કોઈ પણ વ્યક્તિને અર્થ વગર છંછેડવો ન જોઈએ.

આ વિડિઓ જુઓ

 

ગજરાજનો ગુસ્સો : વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક હાથીઓ તળાવમાં પાણી પીવા આવ્યા છે. દરમિયાન, એક હાથી તળાવની અંદર જાય છે અને પાણી પીવા માટે જેમ તેમ પોતાની સુંઢ અંદર રાખે છે, ત્યાં હાજર એક મગર તેના પર હુમલો કરે છે. જે પછી હાથી ગુસ્સે થઈ જાય છે અને તેને તેની સુંઢ વડે જમીન પર દબાવવાનું શરૂ કરે છે. હાથીના દબાણને કારણે મગર અસ્વસ્થ થઈ જાય છે અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે, પરંતુ હાથી તેને તેની પકડમાંથી બહાર આવવા દેતો નથી અને તેની સુંઢથી સતત દબાવતો રહે છે. મગરને લાગ્યું કે હાથી આ રીતે પોતાનો જીવ લઈ લેશે અને આ ડરને કારણે મગર હાથીની સુંઢ  છોડી ગયો અને હાથી તરત જ પાણીની બહાર દોડી ગયો.

જો કે તે વિડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, તે જાણીતું છે કે હાથી ‘જંગલનો રાજા’ છે, તમારી માહિતી માટે, આ વીડિયો Twitterhgsdhaliwalips દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

Viral Video/ બોલ સાથે રમતા ટબમાં પડ્યું બેબી રીંછ, માતાએ આવીને આ રીતે બચાવ્યો જીવ

વાઈરલ વિડીયો/ મુશળધાર વરસાદમાં ભીંજાઈ રહેલાં બચ્ચાનું માદા સારસે આ રીતે કર્યું રક્ષણ અને છવાઈ ગઈ સોશિયલ મીડિયામાં

Viral Photo/ વરસાદથી બચવા આ બાળકે ભાગવાનની પ્રતિમાને છત્રી ઓઢાડી- આને કહેવાય નિર્દોષ ભક્તિ 

સો ક્યૂટ/ બિલાડી તેના બચ્ચાને માનવ બાળ સાથે મિત્રતા બનાવવા માટે કર્યું કંઇક આવું, આવો જોઈએ વિડીઓ