GST Scam/ 500 બોગસ પેઢીઓ ઉભી કરી જીએસટીનું કરોડોનું બોગસ બિલીંગ કૌભાડ

ખોટા દસ્તાવેજોને આધારે બોગસ પેઢીઓ ઉભી કરીને જીએસટીના બોગસ બિલીંગ કૌભાંડ આચરનારા ચાર શક્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

India
જીએસટી

@નિકુંજ પટેલ

ખોટા દસ્તાવેજોને આધારે બોગસ પેઢીઓ ઉભી કરીને જીએસટીના બોગસ બિલીંગ કૌભાંડ આચરનારા ચાર શક્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપીઓએ 15 ડિસ્મેબર 2022ના રોજ નાઈક ટ્રેડર્સ નામની બોગસ પેઠી બનાવીને તેને આધારે બોગલ બિલીંગનું કૌભાંડ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

ક્રાઈમ બ્રાંચે આ કેસમાં દાણીલીમડામાં રહેતા મુળ ભાવનગરના ચૌફિક ઉર્ફે પંકજબાઈ આર.રંગરેજ (33), ભાવનગરના અલ્ફાઝ એસ.કાઝી, તૌસિફ ઉર્ફે પૈઝલ જે.પઢીયાર તથા અમરાઈવાડીના દશરથ ડી.નાગરની ધરપકડ કરી હતી.

આ કેસની વિગત મુજબ અલ્ફાઝ કાઝીએ હિમેશ મેટલ્સનામની બોગસ પેઢી તૌસીસ ઉર્ફે ફૈઝલને વેચી હતી.પુછપરછમાં તેણે હિમેશ મેટલ્સ નામની પેઢી ખરીદીને આ પેઢી રજીસ્ટ્રેશન સમયે જીએસટી કચેરીમાં રજુ થયેલા દસ્તાવેજો ડાઉનલોડ કરીને આ જ દસ્તાવેજોને આધારે અન્ય ત્રણ પેઢીઓ બનાવી હોવાનું બહાર આવ્યું હતું.

તે સિવાય તૌફિક રંગરેજે2018થી અલગ અલગ માણસો સાથે મળીને જુદી જુદી વ્યક્તિઓના આધાર પિરાવા મેળવી તેને આધારે બોગલ સરજીસ્ચરેશન કરીને પેઢીઓ બનાવી હતી. જેને આધારે તે ખીરદ વેચાણ કરતો હોવાનું તથા અત્યારસુધીમાં 45 બોગસ પેઢીઓ બનાવીનેફકીદ વેચાણ કરીને અન્યોને વેચાણ કરી હોવાનું બહાર આવ્યું હતું.

અલ્ફાઝે પુછપરછમાં કહ્યું હતું કે 2018 થી પોતાના મળતીયાઓ મારફતે અલગ અલગ વ્યક્તિઓના નામે બનેલી બોગસ પેઢીઓ તેણે ખરીદી હતી. જે તેણે બાદમાં અન્યોને વેચાણ કરી હોવાનું જણાવ્યું હતું.

તૌસીફે 2019થી પોતાના મળતીયાઓ સાથે મળીને અલગ અલગ વ્યક્તિઓને નામે બોગસ પેઢીઓ ખરીદીને અન્ય વ્યક્તિઓને વેચી હોવાનું બહાર આવ્યું હતું. આ રીતે તેણે 60 થી 65 જેટલી બોગસ પેઢીઓની ખરીજી વેચાણ કરી હોવાની માહિતી બહાર આવી છે.

તૌસીફ પઢીયારે ફમ આ જ પ્રકારે 250 થી વધુ બોગસ પેઠીઓ બનાવી વેચાણ કરી હોવાનું તથા બોગસ બિલીંગનું કામ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પઢીયાર પાસેથી કબજે કરાયેલા લેપટોપમાંથી એડિટ કરેલા પાનકાર્ડ, આધારકાર્ડ, લાઈટબિલ, ટેક્સબિલ, ભાડા કરાર, કન્સર્ન લેટર, નોટરીના સિક્કા તથા બોગસ પેઢીઓના જીએસટીને સર્ટિફીકેટને લગતા દસ્તાવેજો મળી આવ્યા હતા.

તે સિવાય નાઈક ટ્રેડર્સ નામની પેઢીના રજીસ્ટ્રેશન સમયે દર્શાવવામાં આવેલ જી-મેઈલ એકાઉન્ટની માહિતી મેળવવામાં આવી હતી,. જેને આધારે જીમેઈલ એકાઉન્ટ જે મોબાઈલ અને ફોન નંબરને આધારે બનાવવામાં આવ્યા હતા તેની માહિતીને આધારે ટેક્નીકલ એનાલિસીસને આધારે આરોપી દશરથ નાગરની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી પોલીસે નાઈક ટ્રેડર્સ નામની બોગસ પેઢીના રજીસ્ટ્રેશન સમયે દર્શાવેલ જીમેઈલ એકાઉન્ટ તથા અન્ય બોગસ પેઢીના જીમેઈલ એકાઉન્ટ આ મોબાઈલ ફોનમાંથી મલી આવ્યા હતા.

ધરપકડ કરાયેલા પૈકી અલ્ફાઝ કાઝી અગાઉ 2022માં ભાવનગર સી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ જીએસટીના ગુનામાં પકડાયેલો હોવાનું બહાર આવ્યું હતું. તૌસીફ પઢીયારના ઘરે જુલાઈ 2023માં જીએસટી વિભાગમાંથી ડી.જી.જી.આઈ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

અત્યારસુધીની તપાસમાં ધરપકડ કરાયેલા આરોપીઓએ તેમના ભાવનગરના મળતીયા માણસો સાથે મળીને 500 કરતા વધુ બોગસ પેઢીઓને આધારે બોગસ બિલો બનાવી સરકારને કરોડોનું આર્થિક નુકશાન પહોંચાડવાનું કૌભાંડ આચર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: