Viral Video/ બંધ રેલ્વે ફાટકને પાર કરવું બાઇક સવારને પડ્યું ભારે, બેરિકેટ સાથે ટકરાતા જ થયા આવા હાલ

એક વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાઇક સવાર બંધ રેલ્વે ક્રોસિંગ પાર કરવાના ચક્કરમાં બેરિકેડ સાથે અથડાય છે અને ધડાકા…

Videos
બાઇક

એવું કહેવાય છે કે ઉતાવળનું કામ શેતાનનું હોય છે, કારણ કે ઉતાવળને કારણે ઘણા લોકો મોટાભાગે મોટા અકસ્માતોનો શિકાર બને છે. ઉતાવળ તમારા માટે કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે તેનું એક ઉદાહરણ, એક વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાઇક સવાર બંધ રેલ્વે ક્રોસિંગ પાર કરવાના ચક્કરમાં બેરિકેડ સાથે અથડાય છે અને ધડાકા સાથે જમીન પર પડે છે. જો કે તેના સારા નસીબ છે કે તે બચી ગયો છે, પરંતુ તેની બેદરકારીને કારણે મોટો અકસ્માત થઈ શકે છે.

આ પણ વાંચો :બર્થડે કેક કાપી રહી હતી એક્ટ્રેસ અચનક વાળમાં લાગી આગ, જુઓ ભયંકર વીડિયો

આ વીડિયો ટ્વિટર યુઝર @DoctorAjayita દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સાથે કેપ્શન લખ્યું છે – મને ખબર નથી કે આપણે ક્યારે સુધરીશું? તમે વીડિયો જોઈ શકો છો કે એક બાઈક સવાર શખ્સ ફાટક ક્રોસ કરવાના ચક્કરમાં દુર્ઘટનાનો શિકાર થઈ ગયો હતો. વીડિયોમાં આપ જોઈ શકો છો કે, રેલ્વે ફાટક બંદ થવાના સંકેત મળી રહ્યા છે. પણ વાહનની ભીડ થોભવાનું નામ નથી લેતી. બધાંને ઉતાવળ કરીને બસ નિકળી જવું છે.

આ દરમિયાન ફાટક ઉપર નીચે થતી રહે છે. જો કે આ ભીડ ઓછી ન થતાં આખરે ફાટક બંધ કરવાની ફરજ પડી હતી. જો કે એટલી વારમાં જ એક બાઇક સવાર ફાટક પડે તે પહેલા ત્યાંથી નિકળી જવાની ઉતાવળમાં આવ્યો, તેના કારણે તે પોતાની સ્પિડ પણ વધારે છે કે તે નિકળી જશે, પણ અચાનક ફાટક બંધ થઈ ગઈ અને બાઈક સહિત ધડામ દઈને બેરીકેડ સાથે અથડાયો હતો.

આ પણ વાંચો :કૂતરા અને બિલાડીએ સાથે સ્કૂટર ચલાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, Video સોશિયલ મીડિયા પર વાયરલ

લોકો આ વીડિયો જોઈને ખૂબ કમેન્ટ કરી રહ્યા છે, અસલમાં આપણમાંથી કેટલાય લોકો એવા હશે, જે આ પ્રકારની ભૂલો કરતા હોય છે. અમે પણ આપને આ સલાહ આપવા માગીએ છીએ, કે ફાટક ક્રોસ કરતી વખતે ખૂબ સાવધાની રાખો, આપની ઉતાવળ મોટી દુર્ઘટના નોતરી શકે છે.

આ પણ વાંચો : રસોડામાં કામ કરતી મહિલાના વાળમાં લાગી આગ, જુઓ પછી શું થયું..

આ પણ વાંચો :આંખના પલકારે દિવાલ પર ચડી જાય છે આ બાળકી, યુઝર્સ બોલ્યા – સ્પાઈડર મેનની દીકરી