Not Set/ CRPF કેમ્પ પર હુમલો કરનાર જૈશના આંતકી નિસારની યુએઈથી ધરપકડ

દિલ્હી, U.A.Eએ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સદસ્ય નિસાર અહમદ તાંત્રેને ભારતને સોંપ્યો છે. ડિસેમ્બર 2017માં કાશ્મીરમાં સીઆરપીએફ કેમ્પ પર આંતકી હુમલો કરાવનાર મુખ્ય ષડયંત્રકાર નિસાર અહેમદ તાંત્રેનો ભારતે યૂએઈથી કબજો મેળવ્યો છે. સાઉથ કાશ્મીરમાં આંતકી સંગઠન જૈશ એ મોહમ્મદના કમાન્ડર નૂર તાંત્રેના ભાઈ નિસારને યુએઈથી ખાસ વિમાન દ્વારા દિલ્હી લવાયો હતો,જ્યાં તેની કસ્ટડી એનઆઈએએ મેળવી […]

Top Stories
WhatsApp Image 2019 04 03 at 11.05.01 AM CRPF કેમ્પ પર હુમલો કરનાર જૈશના આંતકી નિસારની યુએઈથી ધરપકડ

દિલ્હી,

U.A.Eએ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સદસ્ય નિસાર અહમદ તાંત્રેને ભારતને સોંપ્યો છે.

ડિસેમ્બર 2017માં કાશ્મીરમાં સીઆરપીએફ કેમ્પ પર આંતકી હુમલો કરાવનાર મુખ્ય ષડયંત્રકાર નિસાર અહેમદ તાંત્રેનો ભારતે યૂએઈથી કબજો મેળવ્યો છે.

સાઉથ કાશ્મીરમાં આંતકી સંગઠન જૈશ એ મોહમ્મદના કમાન્ડર નૂર તાંત્રેના ભાઈ નિસારને યુએઈથી ખાસ વિમાન દ્વારા દિલ્હી લવાયો હતો,જ્યાં તેની કસ્ટડી એનઆઈએએ મેળવી હતી.

નિસાર તાંત્રે જૈશના દક્ષિણ કાશ્મીર ડિવિઝનના કમાંડર નૂર તાંત્રેનો ભાઈ છે. નિસારને રવિવારે ખાસ પ્લેન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો અને N.I.Aએ તેની કસ્ટડી લઈ લીધી હતી. N.I.A લેથપોરા હુમલાની તપાસ કરી રહી છે. જે દરમિયાન N.I.A સ્પેશિયલ કોર્ટે નિસારની ધરપકડ માટે વોરંટ ઇશ્યુ કર્યું હતું. જેના આધારે ભારતે U.A.E પાસે તેની માગણી કરી હતી.

2017માં કાશ્મીરમાં લેથપોરામાં આવેલ સીઆરપીએફ કેમ્પ પર આંતકી હુમલો થયો હતો જેમાં 5 જવાન શહીદ થયા હતા.આ હુમલાનું કાવતરું માત્ર 4 ફૂટની ઉંચાઈ ધરાવતા નિસાર એહમદે ઘડ્યું હતું.

NIA કોર્ટે નિસાર સામે વોરન્ટ ઇસ્યુ કર્યું હતું.નિસાર ભાગીને યુએઈ સંતાયો હોવાની માહિતી દેશની તપાસ એજન્સીઓને મળતા તેમને નિસારને ભારત લાવવાના પ્રયાસ તેજ કર્યા હતા જેમાં સફળતા મળી હતી.નિસારની એનઆઈએના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યાં છે.

નિસારના આતંકી ભાઈ નૂર અહેમદ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે.

સીઆરપીએફ કેમ્પ પર હુમલો કરનાર પુલવામાના અવંતિપુરાનો ફય્યાજ અહમદ મેગ્રેની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત હુમલો કરનાર જે ત્રણ આતંકવાદીઓને મારવામાં આવ્યા હતા તેમની ઓળખ પણ કરી લેવામાં આવી છે. જેમાં બે જમ્મુ કાશ્મીરના અને એક પાકિસ્તાની હતો.

U.A.Eએ પાછળા થોડા સમયથી ભારતના એકબાદ એક ભાગેડુ આરોપીઓને ભારતને સોંપીને અનોખું ઉદાહરણ આપી રહ્યું છે. જેમાં આતંકવાદ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા લોકો પણ છે. થોડા સમય પહેલા જ U.A.Eએ વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદી મામલે લાંચ લેનાર અને U.P.A સરકારના અગસ્ટા કૌભાંડની મુખ્ય કડી એવા ક્રિશ્ચિયન મિશેલ, આ મામલે કથિત દલાલ દીપક તલવાર ઉપરાંત સિરિયાના આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના સમર્થકો, ઇન્ડિયન મુજાહુદ્દીનનો આતંકી અબ્દુલ વાહિદ સિદ્દીબાપા અને 1993 મુંબઈ બ્લાસ્ટના આરોપી ફારુખ ટકલા જેવા આતંકવાદીઓને ભારતને સોંપી ચૂક્યું છે.