Crude Oil Price/ US માં તેલનો ભંડારો વધતા કાચા તેલમાં ઘટાડો, છતા ભાવ હજુ પણ 50 ડોલર પાર

અમેરિકાએ ક્રૂડ ઓઇલનાં ભંડારમાં વધારો નોંધાયો છે. જેના કારણે બુધવારે ક્રૂડ ઓઇલ ઘટવાનું વલણ જોવા મળી રહ્યું છે….

Business
1st 56 US માં તેલનો ભંડારો વધતા કાચા તેલમાં ઘટાડો, છતા ભાવ હજુ પણ 50 ડોલર પાર

અમેરિકાએ ક્રૂડ ઓઇલનાં ભંડારમાં વધારો નોંધાયો છે. જેના કારણે બુધવારે ક્રૂડ ઓઇલ ઘટવાનું વલણ જોવા મળી રહ્યું છે. જો કે, બ્રેન્ટ ક્રૂડનાં ભાવ હજી પણ બેરલ દીઠ 50 ડોલર ની ઉપર બનેલ છે. યુરોપમાં ફરીથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ક્રૂડ તેલની ખપત થવાની સંભાવનાઓ દેખાઇ રહી છે.

1st 57 US માં તેલનો ભંડારો વધતા કાચા તેલમાં ઘટાડો, છતા ભાવ હજુ પણ 50 ડોલર પાર

બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 8 સેન્ટ એટલે કે 0.2 ટકા ઘટીને 50.68 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરતુ નજર આવ્યુ. જ્યારે યુ.એસ. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિએટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ ફ્યુચર્સ 6 સેન્ટ એટલે કે 0.1 ટકા ઘટીને 47.55 ડોલર પર નજર આવ્યો. વળી સ્થાનિક બજારમાં એમસીએક્સ પર ક્રૂડ ઓઇલ ડિસેમ્બર વાયદા રૂ.10 એટલે કે 0.29 ટકાનાં વધારા સાથે 3500 રૂપિયા પ્રતિ બેરલનાં સ્તરે જોવા મળી રહ્યો છે.

1st 58 US માં તેલનો ભંડારો વધતા કાચા તેલમાં ઘટાડો, છતા ભાવ હજુ પણ 50 ડોલર પાર

અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટ્યૂટ (એપીઆઈ) નાં જણાવ્યા અનુસાર ગત સપ્તાહે યુ.એસ.માં ક્રૂડ ઓઇલનાં ભંડારમાં 2 મિલિયન બેરલનો વધારો થયો છે. સત્તાવાર સરકારી ડેટા આજે મોડી રાત્રે જાહેર કરવામાં આવશે. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (આઇઇએ) એ આ વર્ષે તેલની માંગનાં અંદાજને સુધારીને 50,000 બેરલ પ્રતિ દિન અને આવતા વર્ષે 1 લાખ 70 હજાર બેરલ પ્રતિ દિવસ કરી દીધેલ છે. એજન્સીનું કહેવું છે કે હવાઈ મુસાફરી પર પ્રતિબંધ હોવાને કારણે જેટ ઇંધણની માંગમાં ઘટાડો બની રહેશે.

મુકેશ અંબાણીએ આપ્યું નિવેદન, બે દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સામેલ થશે…

સ્માર્ટફોનમાં ગેમ રમવાની ટેવ પડી મોંઘી, બાળકે માતાનાં 11 લાખ રૂપિયા ઉડાવી દીધા

JIO એ એરટેલ, વોડા-આઈડિયા વિરુદ્ધ કરી ફરિયાદ, જાણો શું છે કારણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો