IPL/ CSK ચોથી વાર બની IPL ચેમ્પિયન, 27 રનથી ભવ્ય વિજય

ચેન્નાઈ સુપર કિંગ્સે ચોથી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇએ ટાઇટલ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવ્યું

Top Stories Sports
Untitled 300 CSK ચોથી વાર બની IPL ચેમ્પિયન, 27 રનથી ભવ્ય વિજય

ચેન્નાઈ સુપર કિંગ્સે ચોથી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇએ ટાઇટલ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવ્યું

IPL-2021માં આજે ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં KKRએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેમાં પહેલા બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 192 રન કર્યા હતા. તેવામાં કોલકાતાએ વિસ્ફોટક શરૂઆત પછી બેક ટુ બેક વિકેટ્સ સાથે મેચ પણ ગુમાવી હતી. KKRએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 165 રન કર્યા હતા

કોલકાતા નાઈટ રાઈડર્સના બેટર્સને શરૂઆતમાં ઘણા જીવનદાન મળ્યા હતા, પરંતુ ધોની એન્ડ કંપની ત્યારપછી વળતો જવાબ આપ્યો હતો. શાર્દૂલ ઠાકુરે ઈનિંગની 11મી ઓવરમાં બેક ટુ બેક વેંકટેશ અય્યર અને નીતીશ રાણાની વિકેટ લઈને ચેન્નઈને ગેમમાં વાપસી કરાવી અને કોલકાતાએ એક જ ઓવરમાં 2 વિકેટ ગુમાવી હોવા છતા નરેન આક્રમક શોટ રમવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. જેનો ફાયદો ઉઠાવીને હેઝલવુડની ઓવરમાં તે ડીપ મિડ વિકેટ પર કેચ આઉટ થયો હતો.કોલકાતાએ 2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને પોતાના જ પગ પર કુહાડી મારી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

મહેન્દ્ર સિંહ ધોનીએ 10મી ઓવર કરવા માટે રવીંદ્ર જાડેજાને પસંદ કર્યો હતો. જેના ત્રીજા બોલ પર સ્લોગ સ્વીપ મારવા જતા શુભમન ગિલના બેટ સાથે યોગ્ય સંપર્ક ના થતા ચેન્નઈના ફિલ્ડિર રાયડુએ કેચ પકડી લીધો હતો. પરંતુ આ બોલ ફંટાઈ જતા ફિલ્ડ અમ્પયારે સ્પાઈડર કેમ સાથે તેનો સંપર્ક થયો છે કે નહીં તેની ચકાસણી કરવા માગ કરી હતી. જેમાં બોલ સ્પાઈડક કેમના વાયર સાથે ટચ થયો હોવાથી બેટરને નોટઆઉટ જાહેર કરાયો હતો. એટલું જ નહીં આને ડેડ બોલ જાહેર કરીને ગિલને વધુ એક તક મળી હતી.

મહેન્દ્ર સિંહ ધોનીએ ઈનિંગની બીજી ઓવરમાં વેંકટેશ અય્યરનો સરળ કેચ છોડ્યો હતો, ચેન્નઈના જોશ હેઝલવુડે ઈનિંગની બીજી ઓવરના ત્રીજા બોલ પર ઓફ સ્ટમ્પ બહાર શોર્ટ બોલ નાંખ્યો હતો, જેને કટ મારવા જતા વેંકટેશ અય્યરનો કેચ ધોની પાસે ગયો હતો, પરંતુ ધોનીએ બોલ આવે તેની પહેલા ગ્લવ્સ બંધ કરી દેતા 0 રન પર અય્યરને જીવન દાન મળ્યું હતું. હેઝલવુડના બીજા જ બોલ પર સિક્સ મારીને વળતો જવાબ આપ્યો હતો.  ધોનીએ શાર્દૂલ ઠાકુરની ઓવરના પાંચમા બોલ પર ફરીથી વેંકટેશ અય્યરનો કેચ છોડ્યો હતો. આ વખતે શાર્દૂલે શોર્ટ બોલ નાખ્યો હતો જેને પુલ મારવા જતા બેટની અપર કટ લઈને બોલ સીધો ધોની પાસે ગયો હતો. ધોનીએ જંપ કરી બોલને પકડવાની કોશિશ કરી હતી પરંતુ ગ્લવ્સને ટચ થઈને બોલ સીધો બાઉન્ડરી લાઈનને બહાર જતો રહ્યો હતો. આ સમયે અય્યર 21 રન પર બેટિંગ કરી રહ્યો હતો.

જ્યારે બીજી બાજુ  હેઝલવુડની ઈનિંગની ત્રીજી ઓવરનો પહેલો બોલ વાઈડ ગયો હતો. ત્યારપછીના બોલ પર ગિલે ઓફ સ્ટમ્પ બહારના લેન્થ બોલ પર ડ્રાઈવ મારી હતી. જેનો સીધો કેચ મિડ ઓફના ફિલ્ડર શાર્દૂલ ઠાકુર પાસે ગયો હતો, જે તે પકડી શક્યો નહોતો. જોકે ગિલનો આ કેચ એક હાફ ચાન્સ હતો પરંતુ ફાઇનલ મેચમાં આવા કેચ પકડીને જ મેચ જીતી શકાય છે.

ટૂર્નામેન્ટના ફાઇનલમાં પ્રદર્શનના રેકોર્ડની વાત કરીએ તો કોલકાતાએ 2012 અને 2014ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જેમાં આ બંને વખત ટીમે વિપક્ષી ટીમને હરાવી ટાઈટલ જીત્યું હતું. જેથી ફાઇનલમાં કોલકાતાનો વિનિંગ રેટ 100% છે.