રાજકોટ/ રેવન્યુ પ્રેક્ટિસ કરતા 35થી વધુ વકીલો સામે સાયબર ફ્રોડની ઘટના, લેખિતમાં કરાઈ રજૂઆત

રાજકોટ શહેરમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા 35 થી વધારે વકીલો સાથે સાયબર ફ્રોડ થયો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે રાજકોટ જિલ્લામાં રેવન્યુ પ્રેક્ટિસ કરનારા 35થી વધુ વકીલો સાથે સાઇબર ફ્રોડ થયા

Gujarat Rajkot

રાજકોટ શહેરમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા 35 થી વધારે વકીલો સાથે સાયબર ફ્રોડ થયો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે રાજકોટ જિલ્લામાં રેવન્યુ પ્રેક્ટિસ કરનારા 35થી વધુ વકીલો સાથે સાઇબર ફ્રોડ થયા બાબતે રાજકોટ રેવન્યુ 12 એસોસિએશનના સેક્રેટરી વિજય તોગડીયા સહિતના હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા AIGR અજય ચારેલ તેમજ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીને લેખિતમાં રજૂઆત કરી છે.

ત્યારે સમગ્ર મામલાની લેખિતમાં રજૂઆત કરવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બનાવ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ વકીલોના ખાતામાંથી જે પૈસા ડિડકટ થયા છે તે કયા બેન્ક એકાઉન્ટમાં જમા થયા છે તે સહિતની તમામ વિગતો હાલ મંગાવવામાં આવી રહી છે. મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી વિજય તોગડીયાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, વકીલો દ્વારા દસ્તાવેજની નોંધણીની પ્રોસિજર કરાવવામાં આવતી હોય છે ત્યારે સાક્ષી તરીકે કેટલાક કિસ્સાઓમાં વકીલો પોતાના ફિંગર પ્રિન્ટ આપતા હોય છે.

ત્યારે છેલ્લા બે દિવસમાં કેટલાક વકીલોના ખાતામાંથી 9990 રૂપિયા જેટલી રકમ ડિડક્ટ થઈ ગઈ હોવાની ફરીયાદ મળી હતી. જે ફરિયાદના આધારે સંબંધિત બને વિભાગોમાં જાણ કરવામાં આવ્યું છે. તેમજ સાઇબર ક્રાઇમના એક્સપર્ટ દ્વારા પણ સબ રજિસ્ટ્રાર કચેરી – 1 માં રૂબરૂ તપાસ કરવામાં આવતા સોફ્ટવેરની સિક્યુરિટી સિસ્ટમ જુની પુરાણી હોવાનું માલુમ પડ્યું છે.

તેમજ એસોસિએશન દ્વારા સોફ્ટવેરનું બીટા વર્ઝન હાલના સમય મુજબ સિક્યુરિટી માટે યોગ્ય ન હોય તેથી તાત્કાલિક અસરથી તેને બદલવામાં આવે તે પ્રકારની માગણી પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો