Not Set/ આજે ચક્રવાત તુફાન તમિલનાડુ દરિયાકાંઠે પહોચી શકે છે, વરસાદથી ભારે તારાજી અત્સુયાર સુધી 12નાં મોત

તમિલનાડુમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે.

Top Stories India
tamilnadu આજે ચક્રવાત તુફાન તમિલનાડુ દરિયાકાંઠે પહોચી શકે છે, વરસાદથી ભારે તારાજી અત્સુયાર સુધી 12નાં મોત

 તમિલનાડુમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. રાજ્યની હાલત સુધરવાને બદલે બગડી રહી છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે ચક્રવાતી તુફાન આજે તમિલનાડુના દરિયાકાંઠે પહોંચી શકે છે. વાવાઝોડાને જોતા રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રિપોર્ટ / FACEBOOkએ પ્રથમવાર રિપોર્ટમાં માન્યું કે આટલી પોસ્ટ નફરત અને ઉશેકરેણીજનકવાળી…જાણો વિગત

રાજધાની ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં ધીમી ગતિ બાદ ફરી વરસાદ ચાલુ થઇ ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાતી તોફાન આજે સાંજે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે. આ કારણે આગામી ત્રણથી ચાર દિવસ સુધી તમિલનાડુના વિશાળ વિસ્તારમાં વરસાદની સંભાવના છે.

લખનઉ / તત્કાલિન સપા સરકારનાં કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રજાપતિ સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમુક ચોક્કસ વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે, જ્યારે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. આજે તિરુવલ્લુર, કલ્લાકુરિચી, સાલેમ, વેલ્લોર, તિરુનામલાઈ, રાનીપેટ અને તિરુપુત્તર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ, તમિલનાડુમાં નીલગિરિસ, કોઈમ્બતુર, ચેંગાપલ્ટુ, નમક્કલ, તિરુચિરાપલ્લી, ચેન્નાઈ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

ભારે વરસાદ / શ્રીલંકામાં ભારે વરસાદથી 16 લોકોનાં મોત,પાંચ હજારથી વધુ લોકો વિસ્થાપિત

હવામાન વિભાગે કહ્યું કે તામિલનાડુના ઘણા વિસ્તારોમાં 12 અને 14 નવેમ્બરની વચ્ચે વરસાદની સંભાવના છે, જ્યારે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે.