Not Set/ “વાયુ” – કચ્છનાં દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, તંત્ર સાબદુ

અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ-ડિપ્રેશન ચક્રાવાતમાં પરિવર્તીત થયું અને જોત જોતામાં ભયંકર રુપ ધર્યું હતું. વાવાઝોડાએ અચાનક દિશા બદલી અને વેરાવળની જગ્યાએ પોરબંદર અને બાદમાં દ્રારકામાંથી ઓમાનનો રસ્તો લીધી, પરંતુ આ તો વાવાઝોડું ઓમાન જતા જતા અચાનક ગુજરાતનાં કચ્છાની યાદ આવી ગઇ હોય તેમ પાછું ફર્યું. જોકે વાવાઝોડું હવે ફક્ત ડિપ-ડિપ્રશન જ રહ્યું અને આજે કચ્છનાં […]

Top Stories Gujarat Others
kutch 1 "વાયુ" - કચ્છનાં દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, તંત્ર સાબદુ

અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ-ડિપ્રેશન ચક્રાવાતમાં પરિવર્તીત થયું અને જોત જોતામાં ભયંકર રુપ ધર્યું હતું. વાવાઝોડાએ અચાનક દિશા બદલી અને વેરાવળની જગ્યાએ પોરબંદર અને બાદમાં દ્રારકામાંથી ઓમાનનો રસ્તો લીધી, પરંતુ આ તો વાવાઝોડું ઓમાન જતા જતા અચાનક ગુજરાતનાં કચ્છાની યાદ આવી ગઇ હોય તેમ પાછું ફર્યું. જોકે વાવાઝોડું હવે ફક્ત ડિપ-ડિપ્રશન જ રહ્યું અને આજે કચ્છનાં કાંઠા પર આગમનની ઘડી ગણાઇ રહી છે ત્યારે

કચ્છની વાત કરવામા આવે તો વાયુ ઇફેક્ટ અસર સમગ્ર કચ્છમાં જોવા મળી રહી છે. કંડલાનાં દરિયામાં કરંટ અને સ્વેલીંગ  જોવા મળી રહ્યું છે.  સાથે સાથે ઉંચા મોજાં ઉછળતા પણ જોવા મળી રહ્યા છે. બન્ના, મીઠાપોર્ટ વિસ્તાર ખાલી કરવા તંત્ર દ્રારા આદેશ આપવામાં આવ્યો છે. ઉંચા મોજાં ઉછળતાં લોકોમાં ફરી ઉચાટ ફેલાયો ગયો છે. તો કચ્છમાં ભારે વરસાદ સાથે પવનની ગતિમાં પણ  વધારો જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠંડા અને 40 થી 50 કિમિની ઝડપે વેગીલો પવન ફૂંકાય રહ્યા છે.

કચ્છનાં નલિયામાં ‘વાયુ’ વાવાઝોડાંની અસર સાથેે  વરસાદી માહોલ છવાયા છે. નલિયામાં ઝરમર વરસાદને પગલે તંત્ર એલર્ટ પર છે તો સાથે સાથે NDRFની 1, BSFની 1 ટીમ અને મરીન ટાસ્ક ફોર્સની ટીમ પણ તૈનાત કરવામા આવી છે. અબડાસાના દરિયાકાંઠાના 135 ગામો ભયમાં મુકાઈ શકે તેવી ભીંતીને પગલે તંત્ર સાબદુ થયુ છે. 135 માંથી 15 ગામ અત્યંત નીચાણવાળા વિસ્તારમાં આવેલા હોવાથી અબડાસા તાલુકાનાં સ્થાનિકોને સ્થળાંતરિત કરાય રહ્યા છે. તો વધું 4000 સ્થાનિકોને જરૂર પડ્યે સ્થળાંતરિત કરાશે.

 

 

‘વાયુ’ વાવાઝોડાંની અસરથી કચ્છનાં ભુજ, તેમજ માંડવીમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારે વરસાદ સાથે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલી છે. વરસાદથી રસ્તાઓમાં પાણી-પાણી થઇ ગયુ હતુ. માંડવીથી ‘વાયુ’ વાવાઝોડું 180 કિ.મી.થી દૂર ત્યારે કચ્છમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની સંભાવના જોવામા આવી રહી છે તો સાથે સાથે  વાવાઝોડાંને લીધે 60 કિ.મી.પ્રતિ કલાકે પવન ફૂંકાશે. હાલ કચ્છના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.

કચ્છમાં વાવાઝોડાની અસરોને ખળવા NDRFની એક ટીમ માંડવી પહોંચી ગઇ છે.NDRF ટીમ દ્વારા બાળકોને વાવાઝોડા મામલે  જાગૃત કરાયા હતા.  સ્કૂલમાં બાળકોનેNDRF દ્રારા સેફટીના પાઠ ભણાવવામાં આવ્યા હતા. માંડવીની જી.ટી હાઈ સ્કૂલમાં NDRFની ટીમનું માર્ગદર્શન અને સંકટ સમયમાં લોકોને કવી રીતે બચાવવા તે શીખવવામાં આવ્યું હતું. કચ્છમાં  ‘વાયુ’ વાવાઝોડાંની અસરનાં પગલે કંડલા પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ભારે પવન સાથે વરસાદની આગાહી વચ્ચે સિગ્નલ બદલાયું છે. ત્રણ નંબરનું સિગ્નલ બંદર ભયમાં હોવાનું સૂચવે છે કંડલા પોર્ટ એલર્ટ વચ્ચે કાર્યાન્વિત છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.