Not Set/ દબંગ ડુંગળી / રાજકોટ-ગોંડલ હાઈવે પર ડુંગળી વેરાતાં લોકોએ મચાવી લૂંટ

હાલના સમયમાં ડુંગળી લોકોને રાત પાણીએ રડાવી રહી છે. હાલમાં ડુંગળી દેશભરમાં 80થી રૂ.100ના કિલોના ભાવે વેચાઈ રહી છે. ભારે વરસાદ ને કારણે ડુંગળીનો પાક નિષ્ફળ જવાના કારણે ડુંગળીની ભારે અછત સર્જાઈ છે. અને તેને લઈને બજારમાં ભારે તંગી જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં જો રસ્તા પર ડુંગળી વેરાઈ જાય તો શું થાય તેનો […]

Gujarat Others
bjp mp 2 દબંગ ડુંગળી / રાજકોટ-ગોંડલ હાઈવે પર ડુંગળી વેરાતાં લોકોએ મચાવી લૂંટ

હાલના સમયમાં ડુંગળી લોકોને રાત પાણીએ રડાવી રહી છે. હાલમાં ડુંગળી દેશભરમાં 80થી રૂ.100ના કિલોના ભાવે વેચાઈ રહી છે. ભારે વરસાદ ને કારણે ડુંગળીનો પાક નિષ્ફળ જવાના કારણે ડુંગળીની ભારે અછત સર્જાઈ છે. અને તેને લઈને બજારમાં ભારે તંગી જોવા મળી રહી છે.

આવી પરિસ્થિતિમાં જો રસ્તા પર ડુંગળી વેરાઈ જાય તો શું થાય તેનો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ-ગોંડલ હાઇવે પર ડુંગળી ભરીને પસાર થઈ રહેલા એક ટ્રેકટરમાંથી ડુંગળીની  કેટલીક બોરીઓ નીચે પડી જતાં રસ્તા પરથી પસાર થતા લોકોએ ડુંગળી માટે રીતસરની લૂંટ મચાવી હતી. નેશનલ હાઈવે પર પૂરઝડપે પસાર થઈ રહેલા વાહનોની વચ્ચે લોકોએ જીવના જોખમે પણ મહામોંઘી એવી ડુંગળીને મફતમાં વીની લેવા માટે તૂટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હાલ દેશમાં ડુંગળીની કિમતમાં ભારે ઉછાળ આવ્યા બાદ ઘનીજગ્યાઓ પર ડુંગળીની ચોરી ની ઘટના પણ જોવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા જઈ રહેલા ખેડૂતના ટ્રેક્ટરમાંથી બોરી નીચે પડી ને ફાટી જતા આ ઘટના જોવા મળી હતી.  ટ્રેકટરમાંથી ડુંગળી નીચે પડતાં જાણે કે કોઈ કીમતી વસ્તુ નીચે પડી હોય તેમ લોકોએ લુંટ મચાવી હતી.

લોકે પોતાના વાહનો પણ  બાજુએ મુકીને ડુંગળી વીણવા માટે બેસી ગયા હતા. જયારે બીજા કેટલાક  વાહનચાલકો પણ બે ઘડી માટે તો અવાચક રહી ગયા હતા અને સડક પર ડુંગળીની લૂંટ મચાવી રહેલા લોકો સાથે વાહન ન અથડાઈ જાય તે માટે તેમને બ્રેક મારવી પડી હતી. યુવાનોની સાથે-સાથે વડીલો પણ ડુંગળી લૂંટવા માટે મચી પડ્યા હતા અને પોતાની પાસે જે સાધન મળ્યું તેમાં જેટલી ડુંગળી ભરાય તેટલી ભરી લીધી હતી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.