Not Set/ દબંગોએ દલિતનાં શવને પણ ન આપ્યો રસ્તો,, મોત બાદ પણ ન તૂટી જાતી પ્રથા

દેશ આજે 2019માં જીવી રહ્યો છે. થોડા દિવસ પહેલા 15મી ઓગષ્ટનાં રોજ આપણે 73મો સ્વતંત્રતા દિવસ મનાવ્યો. આઝાદીનાં આટલા વર્ષો થયા હોવા છતા આજે પણ દેશનાં ઘણા એવા વર્ગને ગુલામ સમજી તેમની સાથે ગેરવર્તણૂક કરવામા આવે છે. તેનુ એક તાજુ ઉદાહરણ તમિલનાડુથે સામે આવ્યુ છે. ભલે આપણે કેટલી પણ પ્રગતિ કરીએ, જાતિ આજે પણ એક […]

India
dalits banned from entering upper caste agricultural lands દબંગોએ દલિતનાં શવને પણ ન આપ્યો રસ્તો,, મોત બાદ પણ ન તૂટી જાતી પ્રથા

દેશ આજે 2019માં જીવી રહ્યો છે. થોડા દિવસ પહેલા 15મી ઓગષ્ટનાં રોજ આપણે 73મો સ્વતંત્રતા દિવસ મનાવ્યો. આઝાદીનાં આટલા વર્ષો થયા હોવા છતા આજે પણ દેશનાં ઘણા એવા વર્ગને ગુલામ સમજી તેમની સાથે ગેરવર્તણૂક કરવામા આવે છે. તેનુ એક તાજુ ઉદાહરણ તમિલનાડુથે સામે આવ્યુ છે.

ભલે આપણે કેટલી પણ પ્રગતિ કરીએ, જાતિ આજે પણ એક મોટી સામાજિક સમસ્યા છે અને તેની અસર ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધીનાં દેશનાં લગભગ તમામ ભાગોમાં જોવા મળી રહી છે. જાતિનો ભેદભાવ ઘણીવાર એવા સ્તર સુધી પહોચી જાય છે કે તે માનવીય સંવેદનાઓને પણ શરમમાં મૂકે દે છે. તામિલનાડુથી જાતિનાં ભેદભાવનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યા એક દલિત શખ્સને મૃત્યુ પછી પણ વિસ્તારનાં કહેવાતા ઉચ્ચ જાતિનાં લોકો દ્વારા પોતાની જમીનનાં ટુકડામાંથી પસાર થવા દેવામાં આવ્યો નહી.

આ મામલો તમિલનાડુનાં વેન્નીયામવડી કસ્બા નજીકનાં નારાયણપુરમ ગામનો છે, જ્યા દલિત સમાજનાં એક વ્યક્તિની મોત બાદ તેના શવને લોકો પુલ પરથી નીચે ઉતારવાની ફરજ પડી હતી, જેથી નદી કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવે. આરોપ કરવામાં આવે છે કે જે નદી કાંઠે જવા માટે પુલ પરથી પસાર થનારી જમીનનો ભાગ ગામનાં કહેવાતા ઉચ્ચ જાતિનાં લોકોનો કબજો છે, તેઓએ દલિતોને ત્યાંથી પસાર થવા દીધા નહોતા, જેના કારણે તેઓએ મૃતદેહને રસ્સીનાં સહારે બાંધી પુલથી નીચે ઉતારવો પડ્યો અને તેઓ જ્યાં અંતિમ સંસ્કાર કરવાનાં હતા ત્યાં પહોંચી શક્યા નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.