Not Set/ દાહોદ : દબાણ હટાવવા જતાં, જનઆક્રોશ ઊભરાયો

સામાન્ય રીતે લોકો હમેશા શહેરના મુખ્ય માર્ગ પર આવેલા દબાણને લઈને રોષ વ્યકત કરતાં હોય છે, પરંતુ જ્યારે તંત્ર દ્વારા આ જ દબાણ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે તંત્રએ જનઆક્રોશ નો ભોગ બનવું પડતું હોય છે. આવું જ કાઈક બન્યું છે સ્માર્ટ સિટી બનવા જય રહેલા દાહોદમાં આવો જોઇએ વિગતે….. પછાત અને આદિવાસી […]

Top Stories Gujarat Others
દાહોદ 1 1 દાહોદ : દબાણ હટાવવા જતાં, જનઆક્રોશ ઊભરાયો

સામાન્ય રીતે લોકો હમેશા શહેરના મુખ્ય માર્ગ પર આવેલા દબાણને લઈને રોષ વ્યકત કરતાં હોય છે, પરંતુ જ્યારે તંત્ર દ્વારા આ જ દબાણ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે તંત્રએ જનઆક્રોશ નો ભોગ બનવું પડતું હોય છે. આવું જ કાઈક બન્યું છે સ્માર્ટ સિટી બનવા જય રહેલા દાહોદમાં આવો જોઇએ વિગતે…..

પછાત અને આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતું દાહોદ સ્માર્ટ સીટીમાં સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યું છે. દાહોદ રળિયાતી રોડ પર અને રોડ વચ્ચે આવેલા ડિવાઈડર અને આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામા આવી હતી. ઘણા લોકોએ સ્વયં ઓટલાના દબાણ હટાવવાનું શરૂ કર્યું હતુ. તો ઘણી જગ્યાએ દબાણ હટાવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

દાહોદ 4 દાહોદ : દબાણ હટાવવા જતાં, જનઆક્રોશ ઊભરાયો

રળિયાતી રોડ ઉપર લાઈટના પોલ અને ડિવાઈડર સાથે દબાણ  ઉભા કરવામાં આવ્યા છે. આ રોડ ઉપર સ્કૂલ તેમજ અનાજ માર્કેટનો મુખ્ય ગેટ આવેલો છે. જયાં ભારે વાહનોની અવરજવર થતા રસ્તો પહોળો કરવો જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.