Not Set/ દાહોદ : નદીનું પાણી અચાનક લાલ જોઇ નગરજનો દોડી આવ્યા, કારણ જાણીને ચોંકી જશો આપ

દાહોદની દુધમતી નદીમાં વહેતા પાણીનો રંગ અચાનક લાલ થતા નગરજનો નદી કાંઠે દોડી આવ્યા હતા. નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે પાણી લાલ રંગનું થયુ હોવાનું લોકો માની રહ્યા છે. દાહોદ નગર પાલિકાને જાણ કરવા છતા સત્તાધીશો દ્વારા લાલ કલરનું દુષીત પાણી ક્યાંથી આવી રહ્યુ છે તેની કોઈ તપાસ કરવામાં આવી નથી. દાહોદમાં આવેલી દુધમતી નદીમાં […]

Gujarat Others
0b2eec7a14673660657d82bfe13d51bc062a5a740b307a0664100e41e1824a83 દાહોદ : નદીનું પાણી અચાનક લાલ જોઇ નગરજનો દોડી આવ્યા, કારણ જાણીને ચોંકી જશો આપ

દાહોદની દુધમતી નદીમાં વહેતા પાણીનો રંગ અચાનક લાલ થતા નગરજનો નદી કાંઠે દોડી આવ્યા હતા. નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે પાણી લાલ રંગનું થયુ હોવાનું લોકો માની રહ્યા છે. દાહોદ નગર પાલિકાને જાણ કરવા છતા સત્તાધીશો દ્વારા લાલ કલરનું દુષીત પાણી ક્યાંથી આવી રહ્યુ છે તેની કોઈ તપાસ કરવામાં આવી નથી.

દાહોદમાં આવેલી દુધમતી નદીમાં અચાનક લાલ રંગ જોઇ નગરજનો દોડી આવ્યા હતા. નદીનું પાણી લાલ રંગનું જોયા બાદ તંત્રને જાણ કરવામા આવી હતી જે પછી પણ આ મુદ્દે કોઇ પગલા લેવામાં આવ્યા નથી તેવુ નગરજનોનું કહેવુ છે. નદીનું પાણી કેમિકલયુકત થઇ ગયુ હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. સુત્રોનું કહેવુ છે કે, આ જ કારણે નદીની માછલીઓ પણ મૃત હાલતમાં તરતી જોવા મળી હતી. તાત્કાલિક નદીનાં પાણીનાં સેમ્પલ લઈ તેની લેબમાં તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.