Dahod/ જમીન વિકાસ નિગમના મદનીશ નિયામક પાસેથી મળી કરોડો રૂપિયાની બિનહિસાબી સંપત્તિ

જમીન વિકાસ નિગમના મદનીશ નિયામક  લક્ષ્મીકાંત પરુલકર  પાસેથી એક કરોડ બે લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે.

Top Stories Gujarat Others
અબડાસા 17 જમીન વિકાસ નિગમના મદનીશ નિયામક પાસેથી મળી કરોડો રૂપિયાની બિનહિસાબી સંપત્તિ

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ- અમદાવાદ

દાહોદમાં જમીન વિકાસ નિગમના મદનીશ નિયામક  લક્ષ્મીકાંત પરુલકર  પાસેથી એક કરોડ બે લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે. આરોપી વર્ગ 2 ના અધિકારી  પાસે થી 57.72  ટકા વધુ અપ્રમાણસર મિલકત મળી આવતા ACB એ ગુનો નોંધી આરોપી ના એકાઉન્ટ સીઝ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

  • જમીન વિકાસ નિગમ અધિકારી પાસે અપ્રમાણસર   મિલકત મળી આવી.
  • મદનીશ નિમાયક લક્ષ્મીકાંત પાસે થી અપ્રમાણસર મિલકત મળી આવી.
  • 1 કરોડ 2 લાખ ની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.

પ્રજાના કામ માટે બેઠેલા અધિકારીઓ  અને કર્મચારીઓ  જ પ્રજાના ખીસાના પૈસા ખંખેરી રહ્યા છે. અને આવા લાચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે ACB એ કાર્યવાહી હાથ ધરી છે. દાહોદમાં જમીન વિકાસ નિગમ  મદનીશ નિમાયક તરીકે ફરજ બજાવતા લક્ષ્મીકાંત પરુલકર સામે ખેત તલાવડી, સિમ તલાવડી પાણીના ટાંકા બનાવવામાં ગેરરીતી બાબતે તેમની સામે અલગ 2 ગુના  દાહોદ ACB મા  દાખલ થયા હતા.

આ કેસમાં  આરોપી લક્ષ્મીકાંત પરુલકર  તેમજ તેના પરિવારના બેન્ક ખાતા અને દસ્તાવેજ અંગે ACB  એ તપાસ કરતા લક્ષ્મીકાંત  ની  57.72  ટકા એટલે કે  એક કરોડ બે લાખ  રૂપિયા ની અપ્રમાણસર મિલકત મળી આવી છે. સાથે જ તપાસમાં આરોપી મદનીશ નીયામક ના અલગ અલગ બેક ખાતામાંથી માતબર રોકડ  રકમ ના વ્યહવાર પણ બહાર આવ્યા છે.