Political/ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઇકમાન્ડ પાસે કરી માંગ,કોંગ્રેસ 10 મુસ્લિમ ઉમદેવારને ટિકિટ ફાળવે!

અમદાવાદના દિગ્ગજ અને દરિયાપુર કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઇકમાન્ડ પાસે ગુજરાતની ચૂંટણીમાં  10  મુસ્લિમ ઉમેદવારને  ટિકિટ ફાળવવા અંગે માંગ કરી છે.

Top Stories Gujarat
7 14 દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઇકમાન્ડ પાસે કરી માંગ,કોંગ્રેસ 10 મુસ્લિમ ઉમદેવારને ટિકિટ ફાળવે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી છે, અને પ્રચાર તેજ કરી દીધા છે. કોંગ્રેસની હાલત રાજ્યમાં કફોડી બનતી જાય છે એક બાજુ ધારાસભ્યો પક્ષ પલટું કરી રહ્યા છે,અને જૂથવાદ હજુપણ પાર્ટીમાં યથાવત છે ત્યારે અમદાવાદના દિગ્ગજ અને દરિયાપુર કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઇકમાન્ડ પાસે ગુજરાતની ચૂંટણીમાં  10  મુસ્લિમ ઉમેદવારને  ટિકિટ ફાળવવા અંગે માંગ કરી છે.

ગુજરાત કોંગ્રેસ ઉમેદવાર પસંદગીને લઈ મથામણ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઈકમાન્ડ સમક્ષ મુસ્લિમ ઉમેદવારને 10 ટિકિટો આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં લઘુમતી સમાજની વસ્તીના આધારે 18 ટિકિટો મળવી જોઈએ. જો કે ભાજપ ની હિન્દુ-મુસ્લિમની રાજનીતિના કારણે સમજી વિચારીને 10 બેઠકોની માંગણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ 7 ટિકિટ આપી રહ્યા છે ત્યારે આ વખતે 10 ટિકિટની માંગણી કરી છે. ગુજરાતમાં 10 ટકા વસ્તી છે અને 182 બેઠક મુજબ 18 ટિકિટ આપવી જોઈએ પરંતુ 10 જેટલી ટિકિટની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં  દલિત, પાટીદાર, ઠાકોર, આદિવાસી સહિતના સમાજો વસ્તીના આધારે ટિકિટની માંગણી કરી રહ્યા છે ત્યારે લઘુમતી સમાજ માટે ગ્યાસુદ્દીન શેખે પણ 10 ટિકિટની માંગણી કરી છે.. 2017માં કોંગ્રેસે 7 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, ત્યારે આ વખતે 10 ઉમેદવારોની માંગણી થઈ રહી છે. જેમાં હાલના 3 ધારાસભ્યોની દરિયાપુર, જમાલપુર-ખાડીયા અને વાંકાનેર. આ સિવાય ગોધરા, વાગરા, વેજલપુર, ધોળકા, સુરત પૂર્વ, જામનગર પૂર્વ અને કચ્છની માંડવી અથવા અબડાસા બેઠકની માંગ કરવામાં આવી છે