whatsapp data leak/ વોટ્સએપના 50 કરોડ યુઝર્સનો ડેટા લીક થયો, યુઝર્સની ડેટા સિક્યોરિટી સામે ગંભીર સવાલ

વિશ્વમાં અત્યાર સુધીના સૌથી મોટા ડેટા સિક્યોરિટી ભંગમાંના એકમાં વિવિધ દેશોના લગભગ 50 કરોડ વોટ્સએપ વપરાશકર્તાઓના ફોન નંબર લીક થયા છે અને વેચાણ માટે ઉપલબ્ધ છે.

Top Stories World
WhatsApp data leak વોટ્સએપના 50 કરોડ યુઝર્સનો ડેટા લીક થયો, યુઝર્સની ડેટા સિક્યોરિટી સામે ગંભીર સવાલ
  • અગાઉ ફેસબૂકના 50 કરોડ યુઝર્સનો ડેટા લીક થયો હતો
  • ભારતના 61 લાખથી વધારે વોટ્સએપ યુઝર્સનો ડેટા લીક થયો
  • અમેરિકાના 3.2 કરોડથી વધારે યુઝર્સનો ડેટા લીક થયો

વિશ્વમાં અત્યાર સુધીના સૌથી મોટા ડેટા સિક્યોરિટી ભંગમાંના એકમાં વિવિધ દેશોના લગભગ 50 કરોડ વોટ્સએપ વપરાશકર્તાઓના (Users) ફોન નંબર લીક (Whatsapp date leak) થયા છે અને વેચાણ માટે ઉપલબ્ધ છે. સાઇબર ન્યુઝના (Cybernews) અહેવાલ મુજબ, લોકપ્રિય હેકિંગ ફોરમ પર વેચાણ માટે તૈયાર કરાયેલ ડેટાબેઝમાં 84 દેશોના WhatsApp વપરાશકર્તાઓની ખાનગી માહિતી શામેલ છે. તેમા ભારતના પણ 61 લાખથી વધારે વોટ્સએપ યુઝરના ડેટાનો પણ સમાવેશ થાય છે.

હવે જે વ્યક્તિએ વેચાણ માટે ડેટા મૂક્યો છે તે દાવો કરે છે કે લીક થયેલા ડેટાસેટની અંદર અમેરિકાના 3.2 કરોડ યુઝર્સના ડેટા છે. આ ઉપરાંત ઇજિપ્ત, ઇટાલી, ફ્રાન્સ, યુકે, રશિયા અને ભારતના લાખો વપરાશકર્તાઓનો ડેટા પણ લીક થયો છે.

સાઇબર ન્યુઝના અહેવાલ મુજબ યુએસ ડેટાસેટ $7,000માં ઉપલબ્ધ છે, જ્યારે યુકેના ડેટા યુઝર્સની માહિતી મેળવવા  $2,500નો ખર્ચ થશે. સાયબરન્યૂઝે જણાવ્યું હતું કે જ્યારે તેઓએ વિક્રેતાનો સંપર્ક કર્યો ત્યારે તેણે પુરાવા તરીકે યુકે સ્થિત 1,097 નંબર શેર કર્યા. પબ્લિકેશને નંબરોની તપાસ કરી અને પુષ્ટિ કરી કે તે બધા વોટ્એસએપ કાઉન્ટમાંથી હતા. જો કે, હેકરે સ્પષ્ટ કર્યું નથી કે તેઓએ ડેટા કેવી રીતે મેળવ્યો.

આવી માહિતીનો ઉપયોગ ઘણીવાર સ્મિશિંગ અને વિશિંગ જેવા સાયબર ગુનાઓ માટે કરવામાં આવે છે, જેમાં વપરાશકર્તાને ટેક્સ્ટ મેસેજ મોકલવા અને તેમને લિંક પર ક્લિક કરવાનું કહેવાનો સમાવેશ થાય છે. ત્યારબાદ યુઝરને તેમનું ક્રેડિટ કાર્ડ અથવા અન્ય અંગત વિગતો આપવાનું કહેવામાં આવે છે.

આ પહેલી ઘટના નથી કે મેટા-માલિકીના પ્લેટફોર્મને ડેટા ભંગ થયો હોય. ગયા વર્ષે, ભારતમાંથી 60 લાખ યુઝર્સ  સહિત 50 કરોડથી વધુ ફેસબુક વપરાશકર્તાઓનો વ્યક્તિગત ડેટા કથિત રીતે લીક થયો હતો. ત્યારબાદ લીક થયેલા ડેટામાં ફોન નંબર અને અન્ય વિગતો સામેલ હતી.

આ પણ વાંચો

Gujarat Election/ આજે ભાજપનો ‘કાર્પેટ બોમ્બિંગ’ પ્રચાર, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ જાહેર સભા સંબોધશે

Gujarat Election/ કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂ સામે ભાજપે આ મામલે નોંધાવી ફરિયાદ,જાણો