Ahmedabad/ પુત્રવધુએ સાસુને બેડરૂમમાં કઢંગી હાલતમાં જોયા, તો સાસુએ આપી ‘ઠેકાણે પાડી દેવા’ની ધમકી

જાહેરજીવનમાં એક પુરુષના અન્ય મહિલા સાથે સંબંધ હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, તેવી જ રીતે અમદાવાદના વાડજ વિસ્તારમાં એક કિસ્સો સામે આવ્યો છે,

Ahmedabad Gujarat
mahi પુત્રવધુએ સાસુને બેડરૂમમાં કઢંગી હાલતમાં જોયા, તો સાસુએ આપી 'ઠેકાણે પાડી દેવા'ની ધમકી

જાહેરજીવનમાં એક પુરુષના અન્ય મહિલા સાથે સંબંધ હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, તેવી જ રીતે અમદાવાદના વાડજ વિસ્તારમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પુત્રવધૂ સાસુને તેમના બેડરૂમમાં સસરાના બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ હતી..

આ કિસ્સાની વાત કરીએ તો, બે વર્ષ પહેલા યુવતીને જ્યારે રસોડામાં જતી હતી ત્યારે સાસુના રૂમનો દરવાજો ખુલ્લો હતો. તે સમયે યુવતીની નજર પડતાં જ તે તેનાં સાસુને તેના સસરાના બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ હતી. દરમિયાનમાં સાસુની નજર પણ પુત્રવધૂ પર પડતાં તેણે પુત્રવધૂને ધમકી આપી કે કોઈને કહીશ તો તારી હત્યા કરાવી નાખીશ અને તને ઠેકાણે પાડી દઈશ અને કોઈને ખબર પણ નહીં પડે તેવી ધમકી આપતાં યુવતી ગભરાઈ ગઈ હતી.

જો કે ત્યારબાદ આ મામલે 30 વર્ષીય યુવતીએ પતિ તેમજ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતી છેલ્લા એક વર્ષથી પિયરમાં રહે છે. યુવતીનાં લગ્ન સમાજના રીતરિવાજ મુજબ વર્ષ 2017માં આશ્રમરોડ રહેતા એક યુવક સાથે થયાં હતાં. યુવતીનાં લગ્નમાં તેનાં માતા-પિતાએ 50 લાખનું કરિયાવર આપ્યું હતું.