લવ જેહાદ/ દીકરીને જેહાદીઓના હાથમાં ન જવા દેવાય : ગૃહમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદા અંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શરૂ કરી ચર્ચા

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર તેમજ મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની સરકાર બાદ ગુજરાતની મુખ્યમંત્રી રૂપાણીની સરકાર લવ જેહાદ વિરોધી કાયદો અમલમાં મૂકવા માટે ઘણા સમયથી વિચારણા કરી રહી છે. તેની વચ્ચે આજે

Top Stories Gujarat
pradipsinh દીકરીને જેહાદીઓના હાથમાં ન જવા દેવાય : ગૃહમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદા અંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શરૂ કરી ચર્ચા

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર તેમજ મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની સરકાર બાદ ગુજરાતની મુખ્યમંત્રી રૂપાણીની સરકાર લવ જેહાદ વિરોધી કાયદો અમલમાં મૂકવા માટે ઘણા સમયથી વિચારણા કરી રહી છે. તેની વચ્ચે આજે ગુજરાત વિધાનસભાના  બજેટ સત્રનો  છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે વિધાનસભામાં 2 બેઠકો મળશે. પ્રથમ બેઠકમાં 4 સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ બેઠકમાં લવ જેહાદ વિરોધી બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે અને તેની પર ચર્ચા ચાલી રહી છે.આ ઉપરાંત ગુજરાત આયુર્વેદિક સુધારા વિધેયક રજૂ કરાશે, જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહમાં વિધેયક રજૂ કરશે. સાથે જ ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજિસ્ટ્રેશન નિયમન સુધારા રજૂ થશે, જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા રજૂ કરાશે. બીજી બેઠકનો પ્રશ્નોતરી કાળથી શરૂઆત થશે, જેમાં નાણાં, માર્ગ અને મકાન વિભાગોના પ્રશ્નો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગોના પ્રશ્નો, તબીબી શિક્ષણ, નર્મદા, ઊર્જા વિભાગોના પ્રશ્નો, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રથમ બેઠકમાં બાકી રહેલા સરકારી વિધેયકો પર ચર્ચા થશે.

મહાકુંભ -2021 / કોરોનાની વચ્ચે કુંભમેળાના શ્રીગણેશ, કોરોના નેગેટિવ રિપોર્ટ વિના સ્નાન કરી નહીં શકે શ્રદ્ધાળુઓ

દેશભરમાં લઘુમતી કોમના તત્વો દ્વારા હિન્દુ દીકરીઓને નિશાન બનાવી અને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ લગ્ન કરી અને છેતરપિંડી આચરવામાં આવી રહી છે. તેની સામે દેશભરમાં વિરોધ વંટોળ ઉઠ્યો હતો જેના પગલે ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર અને મધ્યપ્રદેશમાં સરકાર દ્વારા વિરોધી કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. ત્યારે આજે ગુજરાતની દીકરીઓ માટે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૃહમાં બિલ રજૂ કરતા સમયે નિવેદન આપતા જણાવ્યું કે, મારા જીવનનું મોટામાં મોટું કામ આજે કરવા જઈ રહ્યો છું. હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરીએ આપણું અંગ છે, દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ન જવા દેવાય. દીકરીને કસાઈઓના હાથમાં જતી બચાવવા ગૃહમાં કાયદો લાવ્યા છીએ. તબલીગ નામની મુસ્લિમ સંસ્થા છે જેનું કામ ધર્મ પરિવર્તન નું છે આપણે સૌએ એની સામે જાગૃત થવાની જરૂર છે. અમુલ દેસાઈએ કહ્યું હતું.

હમણાં નહીં ઘટે સેલેરી! / ટેક હોમ સેલેરીમાં નહીં આવે કપાત, નવા શ્રમ વેતન કાયદાનો અમલ રોકાયો

આ સાથે તેમણે જણાવ્યું કે, આવા તત્વોની સાન ઠેકાણે લાવવા માટે આ કાયદો છે. સમાજ દ્વારા જુદી જુદી રજૂઆતોને આધારે આજે આ બિલ લાવવામાં આવશે. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત ખોટું નામ કહીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી.

ફાયરિંગ / કેલિફોર્નિયાની એક બિલ્ડિંગમાં ગોળીબાર, એક બાળક સહિત 4 નાં મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…