રાજકોટ/ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દિકરીઓનો પોકાર……અમને ન્યાય આપો

દીકરીઓની વાત સ્વીકારી આંદોલન સમેટવા દીકરીઓને સમજાવી અને હોસ્ટેલ પૂર્વવત ચાલુ કરી.  પણ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીએ જાણે KGBV ભાટિયા બંધ જ કરવાનું મન બનાવી લીધું હોય તેમ KGBV ભાટિયા પૂર્વવત ચાલુ કર્યા બાદ દીકરીઓને હેરાન કરવાનું ચાલુ કર્યું.

Gujarat Rajkot
gbv કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દિકરીઓનો પોકાર......અમને ન્યાય આપો

ભાટીયા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની દીકરીઓ જ્યાં અભ્યાસ કરે છે તે KGBV પહેલા અધિકારીઓએ મનસ્વી નિર્ણય કરી બંધ કરવામાં આવી તેની સામે દિકરીઓએ ઉપવાસ આંદોલન કર્યું સરકારે છેલ્લે દીકરીઓની વાત સ્વીકારી આંદોલન સમેટવા દીકરીઓને સમજાવી અને હોસ્ટેલ પૂર્વવત ચાલુ કરી.  પણ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીએ જાણે KGBV ભાટિયા બંધ જ કરવાનું મન બનાવી લીધું હોય તેમ KGBV ભાટિયા પૂર્વવત ચાલુ કર્યા બાદ દીકરીઓને હેરાન કરવાનું ચાલુ કર્યું.

રસોયાઓને પાંચ પાંચ દિવસ રજા પર મૂકી વૈકલ્પિક વ્યવસ્થા ન કરી દીકરીઓ પાસે રસોઈ કરાવવી, રાત્રે 11 વાગ્યે દીકરીઓને બળતણ શોધવા મોકલવી જેવી અનેક રીતે હેરાન કરવામાં આવી રહી છે. આ રીતે આ દીકરીઓને વિદ્યાલયના વોર્ડન તથા સ્ટાફ દ્વારા શારીરિક-માનસિક ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે.

આ માટે તલુકાના brc અને જિલ્લાના જેન્ડર પણ તેટલા જ જવાબદાર છે. કન્યાઓ એ તેમની રજુઆત જિલ્લાના અધિકારી તથા શિક્ષણ સચિવ અને સર્વ શિક્ષા અભિયાન કચેરી ગાંધીનગર રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી.

જેના ભાગરૂપે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આ દીકરીઓના વિડિયાઓ શેર કરીએ છીએ.અને દીકરીઓને જલ્દી ન્યાય મળે એવી મીડિયાના માધ્યમથી આશા રાખીએ છીએ.સરકાર કન્યા કેળવણી માટે ખૂબ પ્રયત્નો કરે છે ત્યારે આવા માનવતા અને બાળ વિરોધી સ્ટાફ અને અધિકારી રાજ નો ક્યારે અંત લાવશે. અને આ બધા જવાબદારો સામે શિક્ષણ મંત્રીકાર્યવાહી કરશે ?? બાળકોના મૂળભૂત અધિકારો નું શુ??